ફોટો સ્ત્રોત } ગુગલ

કે. કા. શાસ્ત્રીનો જન્મ ૨૮ જુલાઈ ૧૯૦૫માં જૂનાગઢના માંગરોળમાં કાશીરામ કરશનજીને ત્યાં થયો હતો . તેમની માતાનું નામ દેવકી બહેન હતું . કે. કા. શાસ્ત્રીએ પ્રાથમિક શિક્ષણ માંગરોળમાં જ લીધું હતું . વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદ આવ્યા અને મેટ્રિક સુધીનો અભ્યાસ અમદાવાદમાં કર્યો .તેમનું અવસાન ૯ સપ્ટેમ્બર ૨૦૦૬માં થયું હતું .

કે. કા. શાસ્ત્રીએ ૧૮ વર્ષે કલમ હાથમાં લઈને સાહિત્યની સેવા શરુ કરી દીધી હતી . કે. કા. શાસ્ત્રી માંગરોળથી બુદ્ધિપ્રકાશ સામયિકમાં લેખ મોકલતા હતા . તેમના વૃત મંજરી , મહાકવિ ભાસ , મુર્ઘન્યતર ડ – ઢ , જિહવામુલીય – ળ જેવા લેખો બુદ્ધિપ્રકાશમાં છપાયા હતા અને વાચકોને ઘણા ગમ્યા પણ હતા . તેઓ વસંત , ભારતીવિદ્યા , ફાર્બસ ગુજરાતી સામાયિકમાં પણ લેખો મોકલતા અને નિયમિત છપાતા હતા . ગુજરાત સરકારનું માહિતી ખાતું દર વર્ષે દીપોત્સવી અંક પ્રકાશિત કરે તેમાં કે. કા. શાસ્ત્રીનો લેખ અચૂકપણે હોય જ . કે. કા. શાસ્ત્રી ગુજરાત વિધાપીઠની વ્યવહારુ જોડણીના નિયમો માનતા હતા .

કે. કા. શાસ્ત્રી ૧૯૨૯માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં આજીવન સભ્ય બન્યા હતા . તેઓ અમદાવાદમાં ભો . જે . વિદ્યાભવનમાં અધ્યક્ષ પણ રહી ચુક્યા છે . તેઓએ ગુજરાત રિસર્ચ સોસાયટીના નિયામક તરીકે પણ સેવાઓ આપી હતી . તેઓ ૧૯૮૫માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદે પણ હતા . કે. કા. શાસ્ત્રી અનુવાદક , લેખક , ઈતિહાસકાર , નિબંધકાર , પ્રવાસ લેખક , વિવેચક . સંપાદક હતા .  તેઓએ ૨૦૦થી વધુ પુસ્તક અને ૧૫૦૦થી વધુ લેખો લખ્યા છે . કે. કા. શાસ્ત્રીએ Structural build up of a Thesis નામનું અંગ્રેજીમાં પુસ્તક પણ લખ્યું છે .

કે. કા. શાસ્ત્રીને ૧૯૫૨માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક , ૧૯૬૬માં વિદ્યાવાચસ્પતિ પદવી , ૧૯૬૬માં મહામહિમોપાધ્યાય ની પદવી અને ૧૯૭૬માં પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે .

આજના સમયમાં મોંઘવારી , ભ્રષ્ટાચાર , અન્ના હજારે , બોમ્બ બ્લાસ્ટ , વરસાદના કારણે આદરણીય શ્રી કે. કા. શાસ્ત્રી વિસરાઈ ગયા છે . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના નામનું બિલ્ડીંગ બનાવી દીધું છે પણ આજે તેઓ વિસરાઈ ગયા છે . ગુજરાતમાં કે. કા. શાસ્ત્રીની યાદમાં કોઈ કાર્યક્રમનું આયોજન ધ્યાનમાં આવતું નથી તે દુઃખ થાય તેવું લાગે છે . આટલા જલ્દી ભૂલાઈ ગયા સાયકલ સવારી કરતા , નિયમિત હવેલીએ દર્શન કરવા જતા અને ભાષા માટે હરહમેશ ચિંતિત રહેતા શ્રી શ્રી કે. કા. શાસ્ત્રી ……………….

માહિતી સ્ત્રોત } રાજ – રત્નો પુસ્તક

                     અક્ષર અને શબ્દ પુસ્તક પ્રસ્તાવનામાંથી

                     અનુશીલન પુસ્તકની પ્રસ્તાવનામાંથી

Advertisements

One thought on “આજની સાહિત્યકાર તિથી – કે. કા. શાસ્ત્રી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s