ઈડલી , ઓર્કિડ અને મનોબળ – ૨


મિત્રો જેઓએ પુસ્તક હજુ પણ મેળવ્યું અને માણ્યું નથી તેઓ માટે થોડી વધુ ટૂંકમાં જાણકારી જાણીએ ……..

વિઠ્ઠલ કામત પ્રકરણ ૨૧ માં નવી ખરીદેલ  હોટલ એરપોર્ટ પ્લાઝા સુધી કસ્ટમરને  કેવી રીતે  આકર્ષે છે તે માર્કેટિંગ ફંડા જાણવા જેવો છે .

પ્રકરણ ૨૨ માં એરપોર્ટ પ્લાઝામાંથી કામત પ્લાઝા સુધીની વાત જાણવા મળે છે .

પ્રકરણ ૨૩ માં તેમના ઓર્કિડના સ્વપ્નની વાત છે .

પ્રકરણ ૨૪ માં તેમના જીવનમાં થયેલ કપટથી શુ પરિસ્થિતિ થાય છે તે જાણવા મળે છે .

પ્રકરણ ૨૫ થી ૨૮ માં ઓર્કિડની શરૂઆતથી ઉદઘાટન સુધીની વાત છે .

પ્રકરણ ૨૯ માં વિશ્વભરમાં ઓર્કિડને મળેલ એવોર્ડની જાણકારી આપી છે .

પ્રકરણ ૩૦ માં ઓર્કિડ કેવી રીતે ઇકોટેલ હોટલ કહેવાય તે વિશે સમજાવવામાં આવ્યું છે .

પ્રકરણ ૩૧ માં તેઓને વિશ્વભરમાં થયેલાં સારા ખોટા અનુભવો મમરાવવા મુક્યા છે .

પ્રકરણ ૩૨ માં તેમણે જીવનમાં કરેલ ભૂલો સરળતાથી માની છે અને જણાવી છે .

પ્રકરણ ૩૩ માં વિઠ્ઠલનીતિ છે .

પ્રકરણ ૩૪ માં તેમના અનુભવો પરથી તેમણે સુખનો મંત્ર વર્ણવ્યો છે .

પ્રકરણ ૩૫ માં મનોબળ અને તેમના પિતાની ચિર વિદાયની વાતો છે .

પુસ્તકમાં વિઠ્ઠલ કામત જણાવે છે , તેમની ઓર્કિડ હોટલના કોફી શોપમાં વેઈટરને યુનિફોર્મમાં ડોકમાં ભેરવવાનું ઘડિયાળ પણ આપેલ છે . કોફીબારમાં ૧૨ મીનીટમાં ઓર્ડર તમારા ટેબલ પર ના પહોંચે તો બીલ ” ઓન ધ હાઉસ ” એટલે ફ્રિ થઇ જાય .

વિઠ્ઠલ એક કંપનીમાં ઇન્ટરવ્યું આપવા ગયા હતા અને ત્યાં શુ પ્રશ્નોત્તરી થાય તે પુસ્તકમાં હસાવે તેમ છે .

આવું કેટકેટલુંય માણવા અને જાણવા જેવું પુસ્તકમાં છે . મિત્રો પુસ્તક એકવાર વાંચશો તો બીજી વાર પણ વાંચવાનું મન થાય તેવું છે . પુસ્તકનો પ્રકાર આત્મકથા કહી શકાય તેમ છે અને તેમાંથી ઘણું બધું ગહન જાણવા મળે તેમ છે . મિત્રો પુસ્તક પ્રાપ્તિ માટેની વિગત ફરી વાર તમને જણાવી દઉં .

પ્રકાશક } મીડિયા પબ્લિકેશન , ૧૦૩ – મંગલમૂર્તિ , કાળવા ચોક , જુનાગઢ – ૩૬૨૦૦૧ .

કિમંત } ૧૬૦ રૂ