આજની તિથી ૩૦મી સપ્ટેમ્બર . આજથી વર્ષો પહેલા ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ આદરણીય શ્રી ચિનુ મોદીનો જન્મ વિજાપુરમાં થયો હતો . ચિનુ મોદી ” ઇર્શાદ ” ના ઉપનામથી ઓળખાય છે .આજના દિવસે આદરણીય શ્રી ચિનુ મોદીને સત્ સત્ વંદન .
મિત્રો નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આજે જાણીએ મા દુર્ગાના વિવિધ બત્રિસ નામ .
સ્ત્રોત } શ્રી માતાજીની સ્તુતિ
૨૭ સપ્ટેમ્બર વિશ્વભરમાં વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવાય છે . UNWTO દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસ ૨૭મી સપ્ટેમ્બરે ઉજવે છે . સૌ પ્રથમવાર વિશ્વ પ્રવાસન દિવસ ૨૭ સપ્ટેમ્બર ૧૯૮૦માં ઉજવવામાં આવ્યો હતો .
વિશ્વ પ્રવાસન દિવસ માટે ૨૭ સપ્ટેમ્બર તારીખ યોગ્ય છે કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં ઉચ્ચ પ્રવાસન ઋતુ પૂર્ણ થવાને અને દક્ષિણ ગોળાર્ધમાં માં પ્રવાસન ઋતુમાં શરૂઆતમાં આવે છે . દર વર્ષે આ દિવસ અલગ અલગ થીમ પર ઉજવવામાં આવે છે .
વિશ્વ પ્રવાસન દિવસની ૧૯૮૦થી ૨૦૧૦ સુધીની થીમ વિશે જાણવા માટે ક્લિક કરો
વિશ્વ પ્રવાસન દિવસની વધુ જાણકારી માટે World Tourism Organization UNWTO વેબસાઈટ પર મુલાકાત લો .
ઘણા સમયથી શૂન્યતાનો અનુભવ પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા હતી તે પરિપૂર્ણ થઇ . શૂન્યતાનો અનુભવ એ નિશબ્દ સંવાદકા જાદૂ નો ગુજરાતી ભાવાનુવાદ છે . નિશબ્દ સંવાદ કા જાદૂ પુસ્તક હિન્દીમાં પ્રસિદ્ધ થયા પછી તેની વધતી લોકપ્રિયતા બાદ તે પુસ્તક આપણને ગુજરાતીમાં વાંચવા મળી રહ્યું છે .આ પુસ્તકનો ગુજરાતીમાં ભાવાનુવાદ અનિલભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે .
શૂન્યતાનો અનુભવ પુસ્તકના લેખક સર શ્રી છે . શૂન્યતાનો અનુભવ પુસ્તક માત્ર ધાર્મિક માનસ ધરાવતા વાચકો માટે જ નથી પણ તમામ વાચકો અને જિજ્ઞાસુઓ માટે છે . પુસ્તકમાં ૧૧૧ જિજ્ઞાસોનું સમાધાન સરસ અને હળવી ભાષામાં સચોટ રીતે કરવામાં આવ્યું છે . પુસ્તક વાંચતા અદ્ભુત આનંદનો અનુભવ થાય છે . ધણા સમયથી આપણા ફળદ્રુપ દિમાગમાં ઉપસ્થિત થતાં તમામ પ્રશ્નો અને જિજ્ઞાસાનું સમાધાન આ પુસ્તકમાં મળી જાય તેમ છે .
પુસ્તકની પ્રસ્તાવનામાં સરસ સમજાવ્યું છે કે અહી આપેલા પ્રશ્નો અનુભવો , જવાબોને અનુભવો . આ અનુભવોમાંથી સ્વયં સમજણ મળી જશે .પુસ્તકના ૧૧૧ પ્રશ્નોમાંથી કેટલાંક પ્રશ્નો અહિયાં મુકું છુ .
આવા ૧૧૧ પ્રશ્નોના જવાબ જાણવા હોય તો પુસ્તક વાંચવું અને માણવું પડશે .પુસ્તક વાંચી આપણી કેટલીય ગેરમાન્યતાઓ અને અણસમજનું સમાધાન થઇ જશે જ તેવો મારો અનુભવ છે .
પ્રકાશક } નવભારત સાહિત્ય મંદિર , ગાંધીરોડ , અમદાવાદ – ૩૮૦૦૦૧ .
કિમંત } ૧૦૦ રૂ .