રતિલાલ બોરીસાગર નો આજે જન્મદિવસ છે .તેઓનો જન્મ  ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિવસે સાવરકુંડલા ખાતે થયો હતો .

મિત્રો ઘણા સમયથી એન્જોયગ્રાફી વાંચવાની ઈચ્છા હતી તે પૂર્ણ થઇ . રતિલાલ બોરીસાગરે મોજથી લખ્યું છે તે વાંચતા વાચકોને પણ એટલી જ મોજ આવે છે .એન્જોયગ્રાફીમાંથી કેટલીક મજાની વાતો આપના માટે અહિયાં જણાવું છુ . પુસ્તકનું પ્રકાશન ૧૯૯૭માં થયું હતું અને ત્યારબાદ તેની ત્રણ આવૃત્તિઓ છપાઈ છે . પુસ્તકમાં પ્રસ્તાવના રમણભાઈ નીલકંઠ , વિનોદ ભટ્ટે લખી છે તે પણ મજેદાર છે .

 

રતિલાલ બોરીસાગરની એન્જોયગ્રાફી ફેબ્રુઆરી ૧૯૯૦માં કરવામાં આવી હતી . તેમના અનુભવો નવનીત સમર્પણમાં લેખમાળા સ્વરૂપે આવી હતી પછીથી હેલ્થવેલ્થ અને સમભાવમાં પણ વાચકોને વાંચવા મળ્યું હતું . ૧૯૯૭માં બધા લેખોનું સંકલન કરીને પુસ્તક સ્વરૂપે મુકવામાં આવ્યા છે .

એન્જોયગ્રાફી એકવાર અચૂકપણે વાંચવું જોઈએ પણ નબળા હ્રદયના વાચકોએ સાવધાની પૂર્વક વાંચવું હિતાવહ છે . એન્જોયગ્રાફી વાંચતા વાંચતા વધુ પડતા એન્જોયમાં હ્રદય પર જોર પડી શકવાની સંભાવના રહેલી છે . એન્જોયગ્રાફી વાંચતા ખુલ્લા મને હસવાની વિશાળ તક મળશે .

એન્જોયગ્રાફીમાંથી કેટલીક મજાની વાતો આપના માટે અહિયાં જણાવું છુ . વધુ મજા લેવા એકવાર જરૂર વાંચો એન્જોયગ્રાફી………………

 • આજ સુધી ગુણવંત શાહના પુસ્તક ” કાર્ડિયોગ્રામ ” સિવાય ” કાર્ડિયોગ્રામ ” વિશે હું કશું જાણતો નથી .
 • મૈ તુમ્હે ખૂન દૂ , તુમ મુજે હાર્ટડીસીઝ યા ડાયાબીટીસ દો .
 • મેં લોહી અને શિવામ્બુના નમુના આપ્યા .
 • હ્રદય ભારે થાય છે ત્યારે ખિસ્સું હળવું થાય છે .
 • નબળા હ્રદયની રક્ષા ફક્ત મજબૂત – અતિ મજબૂત ખિસ્સુ જ કરી શકે છે !
 • મૂળથી  જ નીચલી સપાટીએ રહ્યા કરતું મારું બેંક બેલેન્સ ઝડપથી નીચે ઉતરતું હતું .
 • લોન લેવાનો શુભ વિચાર મારા હ્રદયમાં પ્રગટી ચૂક્યો હતો .
 • અમારે ત્યાં શાકમાં તેલ નાખવામાં નહોતું આવતું , પણ તેલમાં શાક નાખવામાં આવતું હતું .
 • સફોલાનો ભાવ ખિસ્સા પર ફ્ફોલા પડી જાય એવો છે .
 • અપોલો હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે માણસ આર્થિક રીતે પોલો નહિ – અપોલો – નક્કર હોવો જોઈએ .
 • નરસિંહ મહેતા અને સુદામાની પેઠે મારો સઘળો જીવનવ્યવહાર મિત્રોની કૃપાથી જ ચાલતો હતો .
 • પુરુષના હ્રદય ચીરવા માટે અને સાંધવા માટે સ્ત્રી મનુષ્યજાતિના આદિકાળથી જાણીતી છે .
 • યુવાન બાળાઓ મને ” કાકા ” કહીને સંબોધે છે ત્યારે મારા હ્રદયને જે તીવ્ર આઘાત પહોંચે છે એનું વર્ણન કરવા મહાકવિની લેખિની પણ સમર્થ નથી .
 • એક બાલિકા મારા હ્રદયની આરપાર જોઈ લેવાં તત્પર થઈને ઉભી હતી .
 • એન્જોયગ્રાફી દરમ્યાન ડોક્ટરની મદદથી મારે અંતિમ શ્વાસ લેવાંનો વખત આવે તો એની સઘળી જવાબદારી મારી છે એવી મતલબના લખાણમાં મારી સહી કરાવવામાં આવી .

આવું ઘણું બધું રમુજ ઉપજાવે એવું પુસ્તકમાં છે . પુસ્તકના ૭૬ પેજ પર હસી હસીને મન ભરાઈ જાય તેમ છે . હોસ્પિટલમાં શુ થાય છે અને ઓપરેશનમાં શુ થાય છે તે માણવા પુસ્તક વાંચશો તો અનેકગણી મજા આવશે .

પ્રકાશક } ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય , ગાંધી રોડ ,અમદાવાદ- ૩૮૦૦૦૧ .

કિમંત } ૪૦ રૂ .

લેખકનું સરનામું }

રતિલાલ બોરીસાગર , એફ / ૬૭ , રતિલાલ પાર્ક , સેન્ટ જેવિયર્સ સ્કુલ રોડ ,  અમદાવાદ – ૩૮૦૦૧૪

ratilalaborisagar@gmail.com

Advertisements

4 thoughts on “એન્જોયગ્રાફી – રતિલાલ બોરીસાગર

 1. શ્રીમાન. રૂપેનભાઈ

  આપે મહાન વ્યક્તિત્વની યાદ આપી

  તે ખરેખર પ્રસંશનીય બાબત કહેવાય.

  ” રતિલાલ બોરીસાગર નો આજે જન્મદિવસ છે .તેઓનો જન્મ ૩૧ ઓગસ્ટ હોય જન્મદિન મુબારક “

 2. એન્જોયગ્રાફીમાંથી કેટલીક મજાની વાતો આપના માટે અહિયાં જણાવું છુ . વધુ મજા લેવા એકવાર જરૂર વાંચો એન્જોયગ્રાફી………………A nice Preview of a Nice Book as a Post on your Blog.
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you & your Readers to my Blog Chandrapukar ! Hope to see you there !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s