ઈંટરનેટ , બ્લોગના આક્રમણ સામે સાહિત્ય રસિકના પસંદગીકાર સામયિકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે . ભવિષ્યમાં કદાચ ઈંટરનેટ વાપરનારની સંખ્યામાં વધારો થતાં કદાચ સામયિકના વાચકોમાં ઘટાડો પણ થઇ શકે . નવા લેખકો અને કવિઓ પોતાની રચનાઓ સામિયકમાં ન મોકલતા પોતે બ્લોગ થકી જાતે જ વિશ્વ સમક્ષ મુકશે ત્યારે સામયિકોને નવા લેખકો અને કવિઓની રચના સરળતાથી નહી મળે તો વાચકો પણ સામિયકના લવાજમથી દુર થશે અને મફતમાં સરળતાથી ઈન્ટરનેટના માધ્યમથી વાંચી લે તેવું બને .

પહેલા  હરીફાઈ સામયિકો , તંત્રીઓ અને બુક પ્રકાશક વચ્ચે જ હતી પણ હવે મોટી હરીફાઈ ઈન્ટરનેટ સાથે થવા જઈ રહી છે . સામયિકના પ્રકાશકો અને તંત્રીઓએ પોતાના વલણમાં થોડો બદલાવ લાવો પડશે . છાપવાનો ખર્ચ , કાગળના ખર્ચા , મોંઘવારી જેવા કારણો આગળ ધરી લવાજમ વધારતા પહેલા વિચારવું પડશે . નવા લેખકો અને કવિઓ શોધવા પડશે અને વાચકો સમક્ષ અવનવું પીરસવું પડશે .સમયના પ્રવાહમાં કેટલાય સામયિક ખોવાઈ ગયા છે અને કેટલાય સામયિકના નિયમિત લવાજમ ભરનાર વાચકોની સંખ્યામાં ગાબડા પડ્યા છે .


તંત્રીઓએ સારા લેખક અને કવિની શોધમાં સ્કૂલો , કોલેજો , ગામડા , જીલ્લા , શહેરોમાં ખૂણે ખાંચરે પહોંચવું પડશે તો જ સારા , નવા , કલમના કસબીઓ મળશે . નવા લેખકો અને કવિઓને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે . ઓફિસમાં બેઠા બેઠા નવા લેખકોના લેખ અને મોટા લવાજમ સરળતાથી આવતાં તે સમય પુરો થવા આવ્યો છે . લવાજમ ભરનારાઓમાં નવા વાચકો ઓછા ઉમેરાય છે અને જુના વાચકો પણ દુર થવા લાગ્યા છે જે ચિંતાનો વિષય ગણાય છે .   

તંત્રીઓ , સંપાદકો અને પ્રકાશકોએ પોતાની આજુબાજુના વાચકો અને મિત્રો માટે ધ્યાન કરવું પડશે . વાચકોમાંથી પણ કેટલાંય લેખકો હશે , તેવા લેખકોને પ્રોત્સાહન આપવું પડશે . જુના પુસ્તકોમાંથી લેખ લઇ , અન્ય ભાષામાંથી અનુવાદ કરીને લેખ મૂકી સામયિક જરૂર ભરી શકાય પણ વાચકોના મન ભરી શકાતા નથી .મંટો જેવા ધારદાર અને વિચલિત કરનાર ભાષાના લેખકની વાર્તા છાપનાર ભારતમાં જ હતા અને તેમની ખુબજ ચર્ચામાં રહેલી વાર્તાનો અનુવાદ કરનાર પણ આપણી ગુજરાતી ભાષામાં જ  છે . મંટો જેવી વાર્તા લખનાર લેખક તો રહ્યા નથી પણ તેમની શૈલીથી લખનાર લેખકોની વાર્તા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે .

સામયિકોનો વધુ રસપ્રદ ઇતિહાસ અને ઘણા બધા સામયિકોના સરનામાં માટે બીજી પોસ્ટ આવે તેની થોડી રાહ જુઓ .

( આ લેખ સામયિકો કે તંત્રીઓની ટીકા માટે નથી પણ એક ગહન વિચાર કરવા માટે છે . હું પોતે અંગતપણે સામયિકોને વાંચન માટે પ્રથમ પસંદગી આપું છુ . તેમના અસ્તિત્વ માટે મને ઘણીબધી ચિંતા છે અને તેથી જ આ પોસ્ટ લખી છે . )


Advertisements

4 thoughts on “સાહિત્ય રસિકો માટેની પ્રથમ પસંદગી એટલે સામયિક – ભાગ ૧

    1. આદરણીય ગોવિંદકાકા સામયિકોમાં રસ અને વાચકો જળવાય રહે તેવા પ્રયાસો કરવા પડશે નહિતર મારા જેવા સામાયિકના શોખીનોની વાંચન ભુખ નહિ સંતોષાય .

  1. વિશ્વભરમાં સામયિકોની દશા માઠી થઈ રહી છે. સમયને વરતીને સામયિકોએ પણ ચાલવાનું રહેશે. નેટની સવલતોને એમણેય અપનાવીને રસ્તા કાઢવા પડશે.

    તમારી ચિંતા સાચી છે પણ સમય બળવાન છે. વિજ્ઞાનની શોધખોળ અનેક લાભની સામે કેટલુંક “સૂકાં ભેગું લીલું પણ બાળે” તો શી નવાઈ ?!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s