આજના પવિત્ર અને પાવન ગુરુ પૂર્ણિમાના અવસર પર તમામ ધાર્મિક , શૈક્ષણિક ગુરુજનોને હ્રદય પૂર્વક નમસ્કાર .

આપ જેને ગુરુ માનતા હોય તેમને યાદ કરવાનો આજનો દિવસ છે . આપણે આપણા શિક્ષકને પણ યાદ કરી શકાય . ગુરુ પૂર્ણિમા માત્ર ધાર્મિક ગુરુઓ  માટે જ હોય તેવું નથી એવું મારું માનવું છે . ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે .જેને સદગુરુ સંપ્રાપ્ત થાય તે સત્ શિષ્ય બની શકે છે . સ્વામી વિવેકાનંદ , કબીરજી , સંત એકનાથ , નાનકદેવ જેવા ઘણા સત્ શિષ્યમાંથી સદગુરુ થયા છે .

ગુરુ પૂર્ણિમા પર કેટલાંક સુભાષિત દ્વારા ગુરુજનોને યાદ કરીએ .

गुकारश्चान्धकारो हि रुकारस्तेज उच्यते |
अज्ञानग्रासकं  ब्रह्म गुरुरेव न संशय: ||

‘ ગુ ‘ એટલે અંધકાર અને ‘ રૂ ‘ એટલે પ્રકાશ . અજ્ઞાનને નષ્ટ કરનાર જે  બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ‘ ગુરુ ‘ છે એમાં સંશય નથી .

गुकारश्चान्धकारस्तु रुकारस्तनिनरोधकृत |
अंधकारविनाशित्वात गुरुरित्यभिधीयते ||

ગુકાર અંધકાર છે અને રુકાર એનો નિવર્તક છે . અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટકરનાર કારણ જ ગુરુ કહેવાય છે .

तापत्रयाग्नितप्त़ानां अशान्तप्राणीनां भुवि |
गुरुरेव परा गंगा तस्मै श्री गुरुवे नम: ||

આ પૃથ્વી પર ત્રિવિધ તાપરૂપી અગ્નિથી દાઝીને અશાંત થયેલાં પ્રાણીઓ માટે ગુરુ જ એક માત્ર ઉત્તમ ગંગાજી છે , એવા શ્રી ગુરુદેવને નમસ્કાર હો . 

ગુરુ વિષે અન્ય પોસ્ટ માટે નીચેની લિંક પર ક્લિક કરો .

ગુરુને પ્રણામ

જગતના તમામ ગુરુઓને સત સત વંદન

સુભાષિત – જય ગુરુદેવ

Advertisements

7 thoughts on “વિશ્વના તમામ ગુરુજનોને સાષ્ટાંગ નમસ્કાર

 1. Shri Rupenbhai

  अज्ञानग्रासकं ब्रह्म गुरुरेव न संशय: ||

  ‘ ગુ ‘ એટલે અંધકાર અને ‘ રૂ ‘ એટલે પ્રકાશ . અજ્ઞાનને નષ્ટ કરનાર જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ‘ ગુરુ ‘ છે એમાં સંશય નથી .
  …………….very nice one.
  જગતના તમામ ગુરુઓને સત સત વંદન
  રમેશ પટેલ(આકાશદીપ)
  ………………………………………………………………………

  જાગશે જોગી થઈ જોગેશ્વર.…રમેશ પટેલ(આકાશદીપ)

  રણકે ગુંજે અંતરે એકતારો

  ગુરુ વાણી જ્ઞાની એજ સહારો

  મન વચન કાયાની આ છાયા

  કર્મ બંધનના રે પડછાયા

  સંત કબીર નરસિંહ જ ગાતા

  આતમ જ્ઞાન વિના પછતાણા

  નાખો દૃષ્ટિ દૃષ્ટામાં ઓ જ્ઞાની

  મોક્ષ માર્ગની સત દાદાઈ વાણી

  આતમ જ્ઞાને ભેદ મીટશે અંદર

  જાગશે જોગી થઈ જોગીન્દર

  જાગ જાગ થા તન્મય બડભાગી

  ગુરુ પૂનમે દાદા ચરણ સુભાગી

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s