એક શેઠ હતા . એમની દુકાનની સામે એક મસ્ત માણસ રહેતો હતો . તે પોતાની સાધનામાં સદા મગ્ન રહેતો હતો . તેની મસ્તી શેઠથી સહેવાતી નહિ . એ વિચારતા જ રહેતા કે આ માણસ હંમેશા પોતાની મોજમાં કેમ રહી શકે છે ? કંઇક કરવું પડશે .

એક દિવસ શેઠે પેલા માણસનાં ઘરમાં એક થેલી ફેંકી . એ થેલીમાં ગણીને નવાણું રૂપિયા મુકેલા હતા . હવે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવ્યો ત્યારે એણે થેલી પડેલી જોઈ . ઉઠાવી . એમાંના રૂપિયા ગણીને એને થયું કે હવે એક રૂપિયો મળી જાય તો પુરા એકસો રૂપિયા થઇ જાય .

આ માટે એણે કામ કરવા માંડ્યું . એકસો દસ રૂપિયા મળ્યા . પછી એને થયું કે એકસોવીસ રૂપિયા થઇ જાય તો ઠીક : આમ રૂપિયા વધારવાની લાલચમાં એની મસ્તી અને સાધના સંકેલાઈ ગઈ ! 

લાભ થવાથી લોભ વધે છે . આથી લોભ કે લાલચમાં ન પડીને પોતાના દ્વારા કમાયેલી સંપત્તિ એટલે કે સાધનામાં જ લીન રહેવું જોઈએ .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

 

Advertisements

4 thoughts on “નવાણુંના ચક્કરમાં – બોધકથા

 1. શ્રીમાન. રૂપેનભાઈ

  ખુબજ સરસ બોધ વાર્તા

  તેથી આપણે એમ કહેવું જોઈએ કે….,

  ” ભલો ” માણસ પણ ” લોભ ” માં પાયમાલ થઈ જાય.

  શબ્દ ઉલટાવીને વાચવો સાહેબ.

  મજા પડી ગઈ,

  સાહેબ સાચુ કહું તો તમારી મોટાભાગની બોધ વાર્તા મારી શાળાના

  ધોરણ : 12 ના બાળકોને પ્રોક્ષી તાસમાં કહું છું. બાળકોને ગમે પણ છે.

  કિશોર પટેલ

  1. આદરણીયશ્રી ડો. કિશોરભાઈ સાહેબ આપ સરસ કાર્ય કરો છો . વધુને વધુ લોકો બોધપાઠ લે તે આવશ્યક છે અને આ બોધકથા મારી નથી પણ મારું સંકલન કહી શકાય તેમ છે .આ બોધકથાઓ માટે સર્વ શ્રેય દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજનો છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s