દશમો અધ્યાય

૧૬ – જેની પાસે બુદ્ધિના રૂપમાં ધન છે તે ખરો બળવાળો છે . બુદ્ધિ વગરનું બળ પણ નકામું છે , કેમ કે બુદ્ધિ હોય તો જ બળ વાપરી શકાય છે . બુદ્ધિની મદદથી જ એક સસલાએ સિંહ કૂવામાં પાડી મારી નાંખ્યો હતો .

૧૭ – જો હરિને વિશ્વંભર માનીએ તો જીવનમાં ચિંતા શેની ? હરિ જ વિશ્વનો પાલનહાર છે . જો તેવું ન હોય તો બાળકના જન્મ થતાં જ માતાના સ્તનમાં દૂધ કેવી રીતે આવે ? આમ વિચારી હે લક્ષ્મીપતિ ! હે યદુપતિ ! હું તમારા ચરણોનું નિરંતર ધ્યાન ધરીને જીવન પાર કરું છું .

૧૮ – જેમ સ્વર્ગમાં દેવતાઓ પાસે અમૃત હોવા છતાં તે અપ્સરાઓના હોઠનું રસપાન કરવા માંગે છે , તેવી રીતે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવા છતાં પણ મને અન્ય ભાષા શીખવી પસંદ છે .

૧૯ – સામાન્ય અનાજ કરતાં દસ ગણી શક્તિ લોટમાં હોય છે . લોટ કરતાં દસ ગણું પોષણ દૂધમાં હોય છે. દૂધ કરતાં આઠ ગણું પોષણ માંસમાંથી મળે છે અને માંસ કરતાં પણ દસ ગણું પોષણ ઘીમાંથી મળે છે .

૨૦ – શાક ખાવાથી રોગ , દૂધ ખાવાથી શરીર , ઘી ખાવાથી વીર્ય અને માંસના આહારથી માંસ વધે છે .

Advertisements

6 thoughts on “ચાણક્ય નીતિ – દશમો અધ્યાય

  1. ૨૦ – શાક ખાવાથી રોગ , દૂધ ખાવાથી શરીર , ઘી ખાવાથી વીર્ય અને માંસના આહારથી માંસ વધે છે
    નો વન્ડર કેમ અમેરિકનો ઓબીસ છે…પણ ઇન્ડિયનોને કેમ આ પ્રોબ્લેમ નડ્યો-ભૂસા,ભજીયા અને બટાકાવડાથી સ્તો…

    1. હિમાંશુભાઈ આપની વાત સાચી છે . આપણે ફાસ્ટફૂડ અને બિન આરોગ્યપદ ખોરાક ખાવાના શોખીન થવાથી તકલીફ થાય છે . શાસ્ત્રો મુજબ કરવાથી કદાચ ફાયદો પણ થઇ શકે તેમ લાગે છે .

  2. જો હરિને વિશ્વંભર માનીએ તો જીવનમાં ચિંતા શેની ? હરિ જ વિશ્વનો પાલનહાર છે., ચાંક્ય્નીતિની કોઈ એકવાત પસંદ કર્રી અને સારી છે તેમ નથી, તે તો ઉત્તમ જ છે જે તેણે સમજીને ગ્રહણ કરવામાં આવે તેના માટે… ખૂબજ સારી વાત લાવો છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s