સ્વામી વિવેકાનંદની મનની એકાગ્રતા તીવ્ર હતી . તેઓ મનથી એકવાર કંઈપણ સમજી લે તેને ફરીવાર ભુલતા નહી . તેઓ દરેક કાર્ય મનથી કરતા અને તે કાર્યમાં એકાગ્રતા રાખતા . સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એક સુંદર મનની એકાગ્રતાનો પ્રસંગ જાણીએ .

સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી નિશાન ટાંકવાની રમત રમતા હતા . એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે દડાને ગનથી નિશાન ટાંકે . કેટલાક છોકરા નિશાન ટાંકે અને કેટલાંક ચુકી જાય . નિશાન ચુકી ગયેલા નિરાશ છોકરાઓને જોઈ સ્વામીજી હસે છે . સ્વામીજીને હસતા જોઈ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે . નિરાશ થયેલ છોકરાઓમાંથી એક છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એકજ વારમાં નિશાન ટાંકવા કહ્યું . છોકરાઓને વિશ્વાસ હતો કે સ્વામીજી હાર માની લેશે . સ્વામીજીએ તરત હાથમાં ગન લીધી અને એકજ વારમાં દડાને નિશાન ટાંકી લીધું . સ્વામીજીએ વારાફરતી ત્રણ ચાર વાર સફળ નિશાન ટાંકી બધાને ચકિત કરી દીધા . સ્વામીજીએ જિંદગીમાં પ્રથમવાર જ આ રીતે નિશાન ટાંક્યું હતું અને તેમાં પણ સફળ થયા હતા .

છોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે રહસ્ય પૂછ્યું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે ,” કોઇપણ કાર્ય કરવા માટે મનની એકાગ્રતા કેળવો .” જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ કાર્યમાં સફળ થશો . મેં ક્યારેય નિશાન ટાંકવાની રમત રમી પણ નથી અને જોઈ પણ નથી છતાં આજે તમને રમતા જોઈ મેં મનની એકાગ્રતાથી રમત જોઈ અને હું તેમાં સફળ થયો .

7 thoughts on “મનની એકાગ્રતા

 1. અતિ સુંદર પ્રસંગ…સ્વામીજીની યાદ શક્તિ અતિ તિવ્ર હતી.મેં એમ સાંભળ્યું છે કે સ્વામી વિવેકાનંદ ચોપડી વાંચવાં બેસે તો જે પાનું વાંચે એ પાનું ફાડીને ફેંકી દે.કેમ કે એમને ફરીથી વાંચવાની જરુર જ પડતી ન હતી!

 2. આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વામિજીમાં રહેલ અદભુત શક્તિ, ગુરુ કૃપાને કારણે અમેરિકા જેવા દેશને તેણે પોતાના વ્યક્તવ્યથી મંત્ર મુગ્ધ કરે. તે સમયે તેમની પાસે શું પ્રવચન કરવું તેની કોઈ જ તૈયારી પણ નોહતી.

  ખૂબજ સુંદર વાત તમે તેમજ સોહમભાઈએ તેના પ્રતિભાવમાં સ્વામીજીની કહી છ્હે. જે હકીકત છે.

 3. આદરણીયશ્રી. રૂપેનભાઈ

  સ્વામી વિવેકાનંદ જેવા વિશ્વ વિભૂતિ કદાચ હવે આ યુગમાં ન જ જોવા મળે.

  કદાચ જોવા મળે તો તે ભારતની પવિત્ર ભૂમિ પર જ જોવા મળશે.

  સ્વામી વિવેકાનંદજીને શત શત પ્રણામ

  1. આદરણીય ડો કિશોરભાઈ સાહેબ આપણને બીજા સ્વામી વિવેકાનંદ મળી જ ના શકે પણ આપ જેવા ગુરુજનો સારી કેળવણી આપી તેમના અંશ માત્ર વિદ્યાર્થી તૈયાર કરો તો તે પણ સમાજ માટે ઘણું ઉપયોગી બની રહેશે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s