શ્રી પન્નાલાલ પટેલ માર્ગ , અમદાવાદ        ૭મી મે પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ દિવસ . આજે પન્નાલાલની ૧૦૦મી જન્મ જયંતિ છે . આજે સવારે આખરે અમદાવાદવાસીઓને મોડે મોડે પણ પન્નાલાલ યાદ આવ્યા અને શ્રી પન્નાલાલ પટેલ માર્ગનું અમદાવાદમાં લોકાર્પણ થયું . આજે સવારે ૯ – ૩૦ વાગે અમદાવાદના મેયર શ્રી આસિત વોરા , કોર્પોરેટરો , શ્રી રઘુવીર ચૌધરી , શ્રી ભોળાભાઈ , સંજીવની પરિવાર , પ્રેસના મિત્રો અને ગણ્યા ગાંઠ્યા સાહિત્ય રસિકોની હાજરીમાં યુનિવર્સીટી અને એલ ડી કોલેજ ની વચ્ચેનો પી આર એલ તરફના માર્ગને શ્રી પન્નાલાલ પટેલ માર્ગ નામ અપાયુ .

પન્નાલાલ પટેલનું સાહિત્ય ક્ષેત્રે મોટું યોગદાન છે  . તેમણે લખેલી નવલકથાઓ , નવલિકાઓ , નાટક , બાળવાર્તા અને વાર્તા સંગ્રહ ખુબજ લોકપ્રિય અને યાદગાર છે . પન્નાલાલ પટેલે માના ખોળેથી ખેતર સુધી અને ખેતરથી જ્ઞાનપીઠ એવોર્ડ સુધી બધી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો છે અને તેનો નીચોડ તેમની કસાયેલી કલમના જાદુમાં વાચકોને માણવા મળે છે . તેમનો જન્મ માંડલી ગામમાં ગરીબ ઘરમાં થયો હતો . પન્નાલાલના પિતાનું પણ નાનપણમાં જ મુર્ત્યું થયું   હતું . પન્નાલાલે તેમની જિંદગીમાં ઘણી સારી અને ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે , જેમ કે બાળકનું મૃત્યુ , જીવલેણ બીમારી . પન્નાલાલે જીવનમાં ખેતીથી માંડીને ઘણા બધા નાના મોટા કામ કરીને જીવન ગુજાર્યું હતું .

પન્નાલાલ પટેલે ઘણી બધી યાદગાર નવલકથાઓ  અને કેટલીક ઇનામ મેળવેલ નવલકથા  પણ લખી છે . જેમાં વળામણાં , મળેલા જીવ , યૌવન , વળી વતનમાં , સુરભી , નવું લોહિ , તાગ ,એકલો , નથી પરણ્યાં નથી કુંવારા , નગદનારાયણ , અમે બે બહેનો , પાછલે બારણે , રામે સીતાને માર્યા જો ભાગ ૧ થી ૫ , કૃષ્ણ જીવન લીલા ભાગ ૧ થી ૫ , પાર્થને કહો ચડાવે બાણ ભાગ ૧ થી ૫ , અંગારો , ગલાલસીંગ , શિવપાર્વતી ભાગ ૧ થી ૬ અને ઘણી બધી……

ઇનામ મેળવેલી નવલકથામાં માનવીની ભવાઈ , ના છુટકે , મનખાવતાર , કંકુ , પડઘા અને પડછાયા , ઘમ્મર વલોણું ભાગ ૧ , ૨ અને બીજી કેટલીક ….

પન્નાલાલના વાર્તા સંગ્રહમાં માળો , દિલાસો , ઓરતા , પારેવડા , જીવો દાંડ , અણવર , બિન્ની , ચીતરેલી દીવાલો , તિલોત્તમા , સુખ દુઃખના સાથી , આસામની નજર અને ઘણા બધા …

પન્નાલાલના નાટકોમાં જમાઈ રાજ , સપનાના સાથી , અલ્લડ છોકરી અને બીજા ઘણા બધા ….

પન્નાલાલની બાળવાર્તાઓમાં પરીક્ષા , એક્ખોવાયેલો છોકરો , આંખ આડા કાન અને બીજી ઘણીબધી ….

પન્નાલાલ પટેલને માનવીની ભવાઈના રચયિતા તરીકે સાહિત્ય પ્રેમીઓ ઓળખે જ છે પણ તેમણે આવી ઘણી બધી નવલકથાઓ લખી છે . પન્નાલાલ પટેલની કંકુ પણ યાદગાર નવલકથા છે . મિત્રો પણ આ નવલકથા લખતા પહેલા પન્નાલાલે કંકુ વાર્તા પ્રસ્થાન નામના સામાયિકમાં છપાય તે માટે તંત્રી સ્વ શ્રી રામનારાયણ પાઠકને મોકલી પણ તંત્રીશ્રીએ વિષય પ્રત્યેની નિર્બળતા એવી ટિપ્પણી કરી વાર્તા પરત કરી . પછી આ વાર્તા નવસૌરાષ્ટ્ર સામયિકમાં            શ્રી કકલભાઈએ દિવાળી અંકમાં છપાઈ ત્યારે એ સમયના પાંચ રૂપિયાનો પુરસ્કાર પ્રથમવાર કંકુએ પન્નાલાલને અપાવ્યો . કંકુ જનસત્તામાં નવલકથા રૂપે છપાતી . કંકુ પરથી કાંતિભાઈ રાઠોડે ફિલ્મ બનાવી . ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ કંકુ લાવી . જે તંત્રીશ્રી એ કંકુને નકારી તેમણે જ પછીથી પ્રસ્થાનમાં બીજી ઘણી વાર્તા છાપી અને સુખ દુઃખના સાથી નામના પુસ્તકમાં પ્રસ્તાવના પણ લખી છે .

પન્નાલાલ પટેલે ઝવેરચંદ મેઘાણી ના કહેવાથી  ફૂલછાબ માટે માત્ર ને માત્ર ૨૪ દિવસમાં “મળેલા જીવ ” નવલકથા ૧૯૪૧માં લખી આપી . મળેલા જીવ પરથી ઉલઝન નામની ફિલ્મ પણ બની છે . ‘ મળેલા જીવ ‘ નવલકથાની પ્રસ્તાવનામાં  લખ્યું છે , ” મળેલા જીવે એકબાજુ સાહિત્ય સુષ્ટિમાં મારો પગ સંચાર કરાવ્યો તો બીજી બાજુ એ મને સિનેમા જગતમાં પણ ખેંચી ગયું .” ઉલઝન ફિલ્મના ડાયરેક્ટર શ્રી એન આર આચાર્ય હતા . મળેલા જીવમાં ઘાંયજી જીવી અને પટેલ કાનજીના પ્રણયની વાતો છે . જીવી અને કાનજી નો પ્રેમ શ્રાવણી પુનમના મેળાના ચકડોળથી શરુ થાય છે અને ક્યાં પહોંચે છે , કેવી પરિસ્થિતિ સર્જાય છે , બીજા પાત્રો કેવી રીતે પ્રવેશે છે તે વાંચતા વાંચતા ફિલ્મ જોતા હોય તેવો રોમાંચ અનુભવાય છે .મળેલા જીવમાં તળપદી ભાષાનો પ્રયોગ થયો છે , જેમ કે હેંડો , લેંમડો , પેપડો , હે ભૂંડા , રૂપનો નકશો . મળેલા જીવમાં હૈયાના હુડા નામના પ્રકરણમાં કાનજી અને હીરાની ‘ લાલ ટોળી ‘ ના હુડા પણ માણવા જેવા છે .  મળેલા જીવ નવલકથાના અંતમાં ભગત નામના પાત્ર બોલે છે , ” વાહ રે માનવી , તારું હૈયું ! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘૂંટડા ! ” આ વાકય ચોટદાર અને જોરદાર છે .

પન્નાલાલની યાદગાર નવલિકાઓ વાત્રકના કાંઠે , ચીસ , માળો , વાતવાતમાં , બાપુનો કુતરો , સાચી ગજીયાણીનું કપડું જેવી ઘણી બધી ……….

મળેલા જીવ પુસ્તક પ્રકાશક } સંજીવની , જી – ૧૪ યુનિવર્સીટી પ્લાઝા  ,દાદા સાહેબના પગલા પાસે , નવરંગપુરા  , અમદાવાદ – ૩૮૦૦૦૯ .
માહિતી સાભાર } પન્નાલાલ પટેલના પુસ્તકોની પ્રસ્તાવનામાંથી ……..
પોસ્ટ ટાયટલ માટે આભાર શ્રી મુર્તઝાભાઈ પટેલ .

6 thoughts on ““સદાય ચમકતા રહે એવાં હીરા જેવા ગુજરાતી સાહિત્યના સર્જક એટલે…પન્નાલાલ પટેલ”

 1. મિત્રો,
  રૂપેનભાઈએ શ્રી પન્નાલાલ પટેલ માર્ગના લોકાર્પણમાં સવારથી સાંજ સુધી હાજરી આપી હતી તેના બદલ આભાર.
  તમે પણ આવા કાર્યક્રમોમાં હાજરી આપો અને પોતાના ભુલકાઓને પણ હાજરી અપાવો તેવી વિનંતી કરું છું. આવા કાર્યક્રમો નીહાળી અને એક પ્રકારની નવી ચેતના મળે છે, અને બે સારા માણસોની મુલાકાત થાય એ પાછું અલગ.
  આભાર, ખુબ સરસ.

  1. હિરેનભાઈ હું સવારે માર્ગ લોકાર્પણમાં ગયો ત્યાં માત્ર ૩૦ વ્યક્તિઓ હતા અને સાંજે સાહિત્ય પરિષદમાં પન્નાલાલ જન્મ જયંતિ માટે સરસ પ્રોગ્રામ હતો અને ત્યાં પણ માત્ર ૧૨૦ વ્યક્તિઓ જ હતા . લાયબ્રેરીમાં પન્નાલાલના તમામ પુસ્તકો સરક્યુલેશનમાં જ હોય છે તો સાહીત્ય રસિકો જન્મજયંતિ પર ક્યાં ગાયબ થઇ જાય છે તે ખબર નથી પડતી .

  1. અશોકભાઈ પન્નાલાલ વાચકોમાં ઓછા પરિચિત હોય તેમ લાગે છે , વાચકો માત્ર તેમને માનવીની ભવાઈ માટે જ જાણે છે પણ તેમની ઘણીબધી નવલિકા અને નવલકથા માણવા જેવી છે . આપણે જ વાચકોને પન્નાલાલ વિશે વધુ માહિતગાર કરવા પડશે . હું થોડા સમયમાં પન્નાલાલની નવલકથા મળેલા જીવ અને કંકુ વિશે અલગથી પોસ્ટ મુકવાનો છુ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s