વજુભાઈ લખમશી કોટક નામ ગુજરાતી ભાષાની જૂની અને નવી પેઢીના વાચકો માટે અજાણ્યું નથી . વજુભાઈ કોટક એટલે ચિત્રલેખા અને ચિત્રલેખા એટલે વજુભાઈ કોટક , આમ બંને એકબીજા સાથે જોડાઈ ગયા છે . થોડા દિવસ અગાઉ તા – ૨૦ – ૪- ૨૦૧૧ ના રોજ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ ના હસ્તે વજુ કોટક અને ચિત્રલેખાનો પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવ્યું તે સર્વ ચિત્રલેખાના વાચકો અને ગુજરાતીઓ માટે ગર્વ લેવાની વાત છે . કેટલાંક મિત્રોને એમ થાય કે એક સામાયિકના સ્થાપકના નામે પોસ્ટલ સ્ટેમ્પ કેમ બનાવ્યો હશે પણ તેની પાછળ વજુભાઈ કોટકની ઉપલબ્ધિઓ અપાર છે . વજુભાઈ કોટકને મળેલ માન અને સન્માન માટે તેઓ સમ્પૂર્ણ હકદાર અને લાયક ઠરે છે . 

હું પણ વજુભાઈ કોટકને વધુ જાણવા માટે મથતો હતો એવામાં મારા હાથમાં એક સરસ પુસ્તક આવ્યું , તેનું નામ વજુ કોટક  વ્યક્તિ – પત્રકાર – લેખક . આ પુસ્તકમાં ઘણુંબધું વજુભાઈ કોટક , મધુરી કોટક , કોટક પરિવાર અને મિત્રો વિશે જાણવાનું અને માણવાનું છે . મિત્રો આ પુસ્તકના સમુદ્રરૂપી ખજાનામાંથી ખોબો ભરીને માહિતી આપના માટે લાવ્યો છુ , તેને આપને માણવાની અને મમરાવાની મજા આવશે .

વજુ કોટકનો જન્મ ૩૦ જાન્યુઆરી ૧૯૧૫માં રાજકોટમાં થયો હતો . વજુભાઈ નાની ઉંમરે મોટા મોટા કારનામાં કરેલ હતાં . આઝાદીની ચળવળમાં પણ તેમણે રસ લીધો હતો . તેઓ નાની ઉંમરેથી લેખન અને વાંચન માટે ઉત્સાહિત રહેતા હતાં . તેમના ઘણાં પુસ્તકો થયા છે . જેમાં પ્રભાતના પુષ્પો , રમકડા વહુ , જુવાન હૈયા , ઘરની શોભા , હા કે ના ? , ચુંદડી અને ચોખા , આંસુના તોરણ , આંસુની આતશબાજી , ડોક્ટર રોશનલાલ , રૂપરાણી , બાળપણના વાનરવેડા , ચંદરવો અને ઘણા બધા પુસ્તકો લખ્યા છે . 

વજુભાઈના લગ્ન ૧૯ મે ૧૯૪૯માં મધુરી રૂપારેલ સાથે ભાવનગરમાં થયા હતાં . લગ્ન પહેલા વજુભાઈએ મધુરીબેનને ગાંધીજીની આત્મકથા પુસ્તક વાંચવા માટે આપ્યું હતું . મધુરીબેન વજુભાઈ સાથે દરેક સમયે સાથે ઉભા રહ્યા હતાં . વજુભાઈના અવસાન બાદ પણ મધુરીબેન ચિત્રલેખામાં  આજ દિન સુધી  પહેલા જેવી જ વાંચન સામગ્રી પીરસી રહ્યા છે .

વજુભાઈએ સિનેજગતમાં પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે . વજુભાઈએ કેટલીક ફિલ્મોમાં દિગ્દર્શન , કથા , પટકથા અને સંવાદો પણ આપ્યા છે . મંગલફેરા નામની ગુજરાતી ફિલ્મમાં કથા અને પટકથા વજુભાઈની જ હતી . સિનેજગતના સંબંધોના કારણે ચિત્રપટ સામાયિકમાં જોડાયા . સિનેજગતમાં તે લેખ લખતા પણ મતભેદ થતા તેઓ ચિત્રપટ છોડી છાયા સામાયિકમાં જોડાયા . ચિત્રપટમાં છપાતી અધૂરી વાર્તા તેમણે છાયામાં શરુ કરી અને છાયામાં તેમના જવાથી છાયા સામયિકનું વેચાણ પાંચ ઘણું થઇ ગયું . છાયા સામયિકની જોરદાર સફળતા બાદ તેમને પોતાની આંતરિક શક્તિનો ઓળખાણ થઇ અને તેમાંથી ચિત્રલેખાનું બીજ રોપાયું . વજુભાઈ અંગેજી સામાયિક લાઈટમાં લેખ લખતાં હતાં .

૨૨ એપ્રિલ ૧૯૫૦ના રોજ વજુભાઈએ ૧૦૧૦૧ નકલ સાથે ચિત્રલેખા સામયિકની ધમાકેદાર શરૂઆત કરી . વજુભાઈએ અને મિત્રોએ નવા સામયિકના નામ શોધવા માટે ઘણી મહેનત કરી અને અંતે ચિત્રલેખા નામ મળી આવ્યું . વજુભાઈ ના શબ્દોમાં ચિત્રલેખા એટલે , ” બ્રહ્માની દેવી , વિધાતા , જે માનવના લલાટે લેખા લખે છે અને આપણે પણ આ સાપ્તાહિકમાં ભાવિ પ્રજા માટે લેખો લખવાના છે .” વજુભાઈએ બીજ અને જી નામના સામયિક પણ શરુ કર્યા હતાં . ૧૯૫૧માં વજુભાઈએ પ્રેસ લીધું અને સ્વતંત્ર ચિત્રલેખા પ્રસિદ્ધ થવાનું શરુ થયું . 

વજુભાઈને હાર્ટ એટેક પણ ચિત્રલેખાની ઓફિસમાં જ આવ્યો હતો એટલે છેલ્લે સુધી તેઓ ચિત્રલેખા સાથે જ જોડાઈ રહ્યા એમ કહી શકાય . વજુભાઈ મિત્રોને કહેતા હતાં , ” મારે ગુજરાતને સાહિત્ય માંગીને નહીં , પૈસા ખર્ચીને વાંચતા કરવું છે .”

વજુભાઈના આ પુસ્તકમાં હું લેખક કેમ થયો તે વિશે રસપ્રદ વાતો જણાવેલ છે . પુસ્તકમાં વજુભાઈના સુંદર ફોટો સમાવેલ છે . વજુભાઈની અંતરંગ વાતો જાણવા અને માણવા માટે આ પુસ્તક એકાદ વાર વાંચવા જેવું તો ખરું જ . પુસ્તકમાં વજુભાઈની કલમ પ્રસાદી માણવા અને જીવનભર મમરાવવા જેવી છે .

બસ આટલું જ અને વધુ માટે ચિત્રલેખા વાંચતા રહેજો .

પુસ્તક પ્રકાશક } ચિત્રલેખા કાર્યાલય , ૨૨ – અંધેરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ , વીરા દેસાઈ રોડ  ,  મુંબઈ – ૪૦૦૦૫૩ .


Advertisements

9 thoughts on “ચિત્રલેખના વિધાતા ને ઓળખો ” વજુભાઈ લખમશી કોટક ”

 1. શ્રી રુપેનભાઇ,
  આપ બ્લોગ પોષ્ટ દ્વારા ઘણી સરસ માહિતીથી વાચકોને શ્રીમંત બનાવી રહ્યા છો. આદરણીય
  શ્રી વજુભાઈનો આ લેખ ખૂબ જ સુંદર છે..ધન્યવાદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. આભાર રૂપેનભાઈ…ચિત્રલેખા તો અમારાં શ્વાસ હતાં..વરસો સુધી પપ્પા સાથે બધી બહેનો ઝગડતી..પહેલા પહેલા હું કરીને ..પપ્પાની આજુબાજુ દોડતા અને વજુ કોટકનો જે ફોટો છે તે જીના પહેલા પતા પર હમેશા હોતો આભાર શેર કરવાં માટે..
  સપના

 3. વજુ કોટકનાં શરુઆતના ચિત્રલેખાના અંકો સાથે તેમની ઘણી નવલકથાઓ પ્રાથમિક શાળામાં ભણતાં ભણતાં વાંચવા મળેલી. તે સમયમાં હુંતો તેમનો દિવાનો હતો. પછી ર. વ દેસાઈ, મોહમ્દ માંકડ, શયદા, ઈસ્શ્વર પેટલીકર, ચં ચી મેહતા, પન્નાલાલ પટેલ વિ. (કવિઓ ના નામ નથી લખતો)વાંચતાં સાહિત્ય પ્રેમ થયો. પણ વજુ કોટકને સૌથી ઉપર યાદીમાં મૂકુ છુ, કારણ કે તેમના સાહિત્યે નવજુવાન મારા હ્રદયમાં નાજુક ભાવોની પ્રતિતિકરાવી.

 4. રૂપેનભાઈ,

  ચિત્રલેખા મને યાદ છે ત્યાં સુધી અમારે ત્યાં ચાર દાયકા કે તેથી વધુ સમયથી નિયમિત આવે છે અને અહીં લંડનમાં ઓનલાઈન પણ વાંચીએ છીએ. જે ણે આજ સુધી બિનવિવાદાસ્પદ અને લોકભોગ્ય / લોકોને પસંદ પડે તેવી જ સામગ્રી પીરસેલ છે અને પીરસે છે.

  આજ તમે આપેલ માહિતી ઘણી જ સરસ માહિતી છે.

  ધન્યવાદ !

 5. શ્રી રુપેનભાઈ,
  વજુ કોટકનું નામ તો, હું સ્કુલમાં ભણતો હતો, ત્યારથી સાંભળ્યું હતું.
  ત્યારે ‘બીજ’ નામનું એક મેગેજીન આવતું હતું. એ ખુબ ગમતું.
  ચિત્રલેખ તો ઘણાં સમયથી વાંચીએ છીએ, પણ નિયમિત નહિ.
  વજુ કોટક માટે મને ઘણો આદર છે. આપના લેખથી એમના વિષે
  ઘણું જાણવા મળ્યું. સરસ લેખ. પ્રવીણ શાહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s