ચાણક્ય નીતિ – દશમો અધ્યાય

Standard

દશમો અધ્યાય

૬ – લોભિયાને ભિખારી દુશ્મન લાગે છે અને મૂર્ખાને સલાહકાર દુશ્મન લાગે છે . ચરિત્રહિન સ્ત્રીને પોતાનો પતિ દુશ્મન લાગે છે અને ચોર ચન્દ્રને પોતાનો દુશ્મન માને છે .

૭ – જેની પાસે વિદ્યા કે જ્ઞાન નથી , તપ કરવા માટે સમર્થ નથી , દાન કરવાની વૃત્તિ નથી , હ્રદયમાં કરુણા નથી તેવા અજ્ઞાની અને નાસ્તિક મનુષ્યો પશુ સમાન છે .

૮ – જે રીતે મલયાચલ પહાડ પર ઉગવાથી , ચંદનના વનમાં લહેરાતા સુગન્ધવાળા પવનના સ્પર્શથી વાંસ ચંદન નથી બની જતું , તે રીતે જે વ્યક્તિ પાસે કોઇપણ યોગ્યતા ના હોય તેને ઉપદેશ આપવાથી તેના જીવનમાં કોઈ ફેર પડતો નથી .

૯ – જે વ્યક્તિ બીજાની બુદ્ધિની મદદથી કામ કરે છે , જેનામાં કશું વિચારવાની ક્ષમતા નથી તેઓ વેદોનો અભ્યાસ કરે તો પણ કોઈ ફાયદો થતો નથી .

૧૦ – ગુદાને ગમેતેટલી વખત સાફ કરાય તો પણ તે પવિત્ર નથી તેમ દુર્જનને ગમેતેટલી વખત સમજાવામાં આવે તો પણ તે સજ્જન નથી થઇ જતો .

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

6 responses »

  1. ચાણક્ય નીતિ દરેક વ્યક્તિ એ વાંચવા જેવું પુસ્તક છે, તેના અંશ આપતા રહેજો.

    • હિરેનભાઈ અગાઉ નવ અધ્યાય મુક્યા છે અને વિદુરનીતિ પણ વાંચવા જેવી છે .
      હિરેનભાઈ મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર .

  2. તમારી પાસેથી કશુંક નવું અથવા જૂનામાંથી કશુંક નવું વાંચવા મળે છે.
    જાણકારી વધે છે તેનો જ આનંદ છે.આભાર.

  3. શ્રી રૂપેનભાઈ,

    ચાણકય નીતિની ઝલક આપના બ્લોગ પરથી સદા મળે છે, વાંચવામાં જેટલી આસાન – સરલ લાગે છે તેટલી જીવન વ્યવહારમાં અપનાવવી કે મૂકવી મૂશ્કેલ છે તેમ મારી સમજણ છે.

    કોઈપણ પુસ્તક વાંચવા જેવું લાગે તેટલું જ સમજવામાં સરળ હોતું નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s