શિવ મહિમ્ન સ્ત્રોતના રચયિતા પરમ શિવભક્ત ગન્ધર્વરાજ પુષ્પદંત હતા . તેઓ રોજ શિવની આરાધના માટે પ્રાતઃકાળે જ એક રાજાના ઉપવનમાંથી સુંદર અને સુગંધિત પુષ્પો તોડી લાવતા . માળીઓએ ઘણા પ્રયત્ન કર્યા પણ ફુલ લઇ જનારનો પત્તો લાગતો ન હતો . છેવટે તેમને લાગ્યું કે ફુલ લઇ જનારનો પત્તો લાગતો ન હતો . છેવટે તેમને લાગ્યું કે ફુલ લઇ જનારો ઉપવનમાં આવતાં જ કોઈ વિશેષ શક્તિની કૃપાથી અદ્રશ્ય થઇ જાય છે . સમસ્યાના સમાધાન માટે સર્વ સમંતિથી નિર્ણય લીધો કે ઉપવનની ચારે તરફ શિવનિર્માલ્ય ફેલાવી દેવા , જેથી શિવનિર્માલ્ય ઓળંગતા જ ચોરની અદ્રશ્ય અન્તર્ધાનિક શક્તિ ક્ષીણ થઇ જશે .

ગંધર્વરાજને આ યોજનાની ખબર ન હતી . નિર્માલ્યનું ઉલ્લંઘન કરતાં માળીઓએ તેમને જોઈ લીધા . તેઓ તેમને પકડીને લઇ ગયા અને કારાવાસમાં નાખી દીધાં .

પુષ્પદંતને જયારે જાણ થઈ કે મેં શિવનિર્માલ્ય ઓળંગીને મહાન અપરાધ કર્યો છે ત્યારે એમણે ભગવાન આસુતોષને પ્રસન્ન કરવા શિવનો મહિમા વર્ણવતું સ્ત્રોત રચ્યું . આસુતોષ ભગવાન ભોળાનાથની ગતિ જ ન્યારી છે . ભક્તે સાચા હ્રદયથી પોકાર્યા હતા , યોગીઓની અખંડ સમાધિ , મુનીઓ અને ધ્યાની જ્ઞાનીઓની તપસ્યા પણ ઉપેક્ષા કરી દેનારા ભગવાન શંકર ભક્તના પોકાર પર દોડી આવ્યા . કારાગારમાં દિવ્ય પ્રકાશ છવાઈ ગયો . ગંધર્વરાજે જોયું કે ભગવાન શિવનાં મસ્તક પર ગંગા હસી કરે છે , કંઠ નીલો છે , ગૌર વર્ણ પર સર્પોની માળાઓ ઘણી જ સુંદર લાગી રહી છે , ગજની ખાલથી પ્રતિક્ષણ એમની સુંદરતા વધતી જાય છે . લોક લોકાન્તરની સમસ્ત સમ્પતિ એમનાં ચરણોમાં આળોટી રહી છે . ભગવાન શિવનાં સાક્ષાત્કારે એમની ભીષણ તપસ્યા ને સફળ કરી દીધી , એમનો અપરાધ દૂર થઇ ગયો . એમણે અનેક રીતે શિવની સ્તુતિ કરી ચરણધૂલિ મસ્તક પર ચઢાવી .

ભગવાન શંકરે ભક્તને અભયદાન આપ્યું . એનાં જન્મ જન્મનાં બંધન કપાઈ ગયા . બીજા દિવસે રાજાએ કારાગારમાં સ્વયં ઉપસ્થિત થઈને પુષ્પદંતનાં દર્શનથી પોતાના સૌભાગ્યની પ્રશંસા કરી . જેને ભગવાન શિવે પોતાના દિવ્ય દર્શનથી મુક્તિ આપી , એને બંધનમાં રાખવાનું સાહસ કોણ કરી શકે ? રાજાએ પોતાના અપરાધ માટે ક્ષમા માંગી .

ગંધર્વરાજ પુષ્પદંતની ગણના મહાન શિવભક્તોમાં થાય છે . એમણે પ્રભાસક્ષેત્રમાં   “પુષ્પદ્ન્તેશ્વર ” શિવલિંગની સ્થાપના કરી હતી . એમણે મહિમ્ન સ્ત્રોતના રૂપમાં જે સ્તુતિ જગતને આપી છે તેનાથી અસંખ્ય માનવીઓનું કલ્યાણ થઈ રહ્યું છે . શિવમહિમ્ન સ્ત્રોતની સાથે સાથે અસંખ્ય માનવીઓનું કલ્યાણ થઇ રહ્યું છે . શિવમહિમ્ન સ્ત્રોતની સાથે સાથે પરમ ભક્તપ્રવર ગંધર્વરાજ પુષ્પદંતનું પણ નામ અમિટ અને અમર છે . પોતાની શિવઆરાધનાથી એમણે ભગવાન શિવનું સાનિધ્ય મેળવ્યું અને શિવગણોનું આધિપત્ય પ્રાપ્ત કર્યું . 

સ્તોત્ર } શિવ મહિમ્ન સ્ત્રોતમ્ પાઠ

Advertisements

7 thoughts on “શિવ મહિમ્ન સ્ત્રોત

  1. મેવાડા સાહેબ ‘શિવનિર્માલ્ય’ નો અર્થ [ સં. શિવ + નિર્માલ્ય ( ફૂલની માળામાંથી બહાર પાડેલ ) ] न. શિવને ચડેલાં પુષ્પો વગેરે; શિવને ચડાવેલ માળામાંથી બહાર પડેલું ફૂલ વગેરે; શિવને અર્પણ થયેલું તે. ઈશ્વરાર્પણ શિવનિર્માલ્ય ગણાય છે એટલે કે તેનો ઉપયોગ ન થઈ શકે.
   વધુ અર્થ માટે મુલાકાત લેશો ગુજરાતી લેક્સિકોનની લીંક http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&sitem=%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF&type=1&dict=2&page=0&p=1

 1. શિવભક્ત પુષ્પદંત , જેમણે શિવ આરાધનામાં લીન, ઘણી બધી
  રચનાઓ રચી અને તેમાં શિવજી માટે તેમનો પ્રેમ પ્રગટ થાય
  છે . અને આજે આપણે પણ તેમની રચનાઓ દ્વારા ભોળેનાથને
  ભજીએ છીએ .
  આપે શિવનિર્માલ્યનો અર્થ સરસ સમજાવ્યો છે. જ્યારે આપણે
  શિવજીના મંદિરમાં જઈએ ત્યારે જ્યાંથી અભિષેક કરેલ દૂધ અને
  પાણી વહેતા હોય તે ક્યારેય ઓળંગતા નથી ત્યાંથી પાછા ફરી
  જઈએ છીએ .
  આપની રચનાએ ભક્તિ રસમાં દુબાડી દીધા .

 2. ખુબ જ સુંદર રીતે શિવભક્ત ગંધર્વરાજ પુષ્પદંત વિશે અને શિવ મહિમ્ન્સ્ત્રોત્રની પ્રેરણા ક્યાંથી થઈ એ કથા રજૂ કરવા માટે આપનો ખુબ ખુબ આભાર……

  “શિવ નિર્માલ્ય ” નો અર્થ પણ ખુબ જ સરસ રીતે સમજાવ્યો છે. આપણે સહુ જાણે અજાણે ઘણી પ્રથા અનુસરતાં હોઈએ છીએ પણ અહીં એ વાત ઘણી અર્થપૂર્ણ રીતે રજૂ કરી છે.

 3. પોતાની શિવઆરાધનાથી એમણે ભગવાન શિવનું સાનિધ્ય મેળવ્યું અને શિવગણોનું આધિપત્ય પ્રાપ્ત કર્યું .
  ………………………
  શ્રી રુપેનભાઈ
  ભક્તિમાં સમજ પૂર્વક આપે ડૂબાડ્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s