સંતાન ગણપતિ સ્ત્રોતમ


આજે મહા વદ ચોથ છે . આજના દિવસને ગણેશ ચોથ પણ કહેવાય છે . આજના ગણેશ ચોથના શુભ દિવસે માણીએ સંતાન ગણપતિ સ્ત્રોતમ .

 

નમોસ્તુ ગણનાથાય સિદ્ધિબુદ્ધિયુતાય ચ |

સર્વ પ્રદાય દેવાય પુત્રવૃદ્ધિ પ્રદાય ચ ||

ગુરુદાય ગુરવે ગોપ્ત્રે ગુહ્યાસિતાય તે |

ગોપ્યાય ગોપિતાશેષભુવનાય ચિદાત્મને ||

વિશ્વમૂલાય ભવ્યાય વિશ્વસુષ્ટિકરાય તે |

નમો નમ તે સત્યાય સત્યપૂર્ણાય શુણીડને ||

એકદન્તાય શુદ્ધાય સુમુખાય નમો નમઃ |

પ્રપન્નજનપાલાય પ્રણતાર્તી વિનાશિને ||

શરણ ભવ દેવેશ સંતતિ સુદઢાં કુરુ |

ભવિષ્યન્તિ ચ યે પુત્રા મત્કુલે ગણનાયક ||

તે સર્વે તવ પુજાર્થ નિરતા: સ્યુર્વરો મત: |

પુત્રદામિદં સ્ત્રોતમ સર્વસિદ્ધિ પ્રદાયકમ્ ||

ચાણક્યનીતિ – નવમો અધ્યાય


નવમો અધ્યાય

૧૧ – મૂર્ખ લોકોની સવાર જુગારમાં , બપોર સ્ત્રીઓના સંગમાં અને રાત્રી ચોરી જેવા ખરાબ કામમાં વેડફાય છે .

૧૨ – પોતાના હાથે ગૂંથેલી માળા , પોતાના હાથથી ઘસેલું ચંદન અને પોતાના હાથે લખેલી સ્તુતિ ઈશ્વરને અર્પણ કરવાથી મનુષ્યને સ્વર્ગ મળે છે .

૧૩ – શેરડી ,તલ , મૂર્ખ , નાનો માણસ , સ્ત્રી , સોનું , ભૂમિ , ચંદન ,પાન અને દહીં જેમ વધુ ઘસશો કે પીસશો તેટલા તેમના ગુણ વધશે .

૧૪ – ગરીબ અવસ્થામાં મનુષ્ય ધીરજનો ગુણ કેળવે તો તે ફરીથી પ્રગતિ સાધી શકે છે . સાદા કપડા પણ સ્વચ્છ હોય તે શોભે છે . ભોજન તાજું અને ગરમ હોય તો તે પૌષ્ટિક ન હોય તો પણ ભાવે . સુશીલ મનુષ્ય કદરૂપો હોવા છતાં પણ સૌને ગમે છે .


પ્રાતઃકાલ મંત્રોચ્ચાર


પ્રાતઃ સ્મરામિહ્રદિ સંસ્ફુરદાત્મતત્વં

સચ્ચિત્સુખં પરમહંસગતિમ તુરીયમ્ |

યત્સ્વપ્નજાગર સુષુપ્તિમવૈતિ નિત્યમ

તદ્ બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસડગ: ||

પ્રાત:કાલે મારા હ્રદયમાં સ્ફૂરિત થતા સચ્ચીદાનંદરૂપ પરમહંસની ગતિ જેવા મોક્ષસ્વરૂપ આત્મતત્વનું હું સ્મરણ કરું છું . જે તત્વ સ્વપ્ન , જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાને સર્વદા જાણે છે , હું પંચમહાભૂતોનો સમુહ નથી પરંતુ તે જ નિર્વિકાર બ્રહ્મરૂપ છું .

સુભાષિત


ॐ પૂર્ણ મદ: પૂર્ણ મિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ||

ॐ શાંતિ: શાંતિ: શાંતિ:

ॐ પેલું પૂર્ણ છે , આ પૂર્ણ છે . પૂર્ણમાંથી પૂર્ણ નીકળે છે . પૂર્ણમાંથી પૂર્ણ લેતાં બાકી રહે છે તેય પૂર્ણ જ છે .

ॐ શાંતિ: શાંતિ: શાંતિ:

 

*ઈશાવાસ્ય ઉપનિષદ

શ્રી પંચદશી જ્ઞાન


તમઃપ્રધાનપ્રકૃતેસ્તમ્દોગાયેશ્વરાજ્ઞયા |

વિયત્પવનતેજોંડબુભુવો ભૂતાનિ જગ્નીરે || ૧૮ ||

 

કારણશરીર વડે જીવ પોતાના શુભાશુભકર્મના ફલરૂપ સુખદુઃખનો અનુભવકરવારૂપ ભોગને પ્રાપ્ત કરી શકે નહી , માટે તે પ્રાજ્ઞના સુખદુઃખના અનુભવરૂપ ભોગની સિદ્ધિને માટે જેમાં તમોગુણનું પ્રધાનપણું થયેલું છે એવી પ્રકૃતિમાંથી આકાશાદિ પાંચ સુક્ષ્મભૂતો પૂર્ણકામ પરમાત્માની ઈચ્છાથી ઉત્પન્ન થાય છે . ૧૮

 

સ્તવાંશૈ: પંચભિસ્તેશાં ક્રમાદ્વિનિદ્રપંચકર્મ |

શ્રોત્રત્વગક્ષીરસનધ્રાણાખયમુપજાયતે  || ૧૯ ||

 

તે આકાશાદિ પાંચ શુક્ષ્મભૂતોમાંના અકેકા સુક્ષ્મભૂતના સત્વાંશમાંથી ક્રમપૂર્વક શ્રોત્ર , ત્વચા , નેત્ર , રસના અને નાસિકા એ નામની પાંચ જ્ઞાનેંદ્રીયો ઉત્પન્ન થાય છે . ૧૯