ગયા અઠવાડિયે એક મિત્રના ખેતરમાં દેશી જમણનું આયોજન કરાયું હતું . આજકાલ ખેતરને પણ મિત્રો ફાર્મહાઉસ કહે છે પણ આ સાચે જ ખેતર હતું . ખેતરમાં કાચા બાંધકામની એક ઓરડી હતી . ખેતરમાં પહોંચવાનો સીધો પાકો રસ્તો ન હતો પણ એક નેળીયામાં થઇ કાચો રસ્તો હતો .ખેતરમાં પાણીનો બોર હતો અને લાઈટના બે બલ્બ જ હતા .ખેતરમાં મૂળાનું વાવેતર કરાયું હતું અને મૂળો જમીનમાંથી બહાર કાઢવાનું કામ ચાલુ હતું . અમે પણ મૂળો કાઢવાનું કામ કર્યું . આજુબાજુના ખેતરમાં પણ શાકભાજી જેવાં કે મેથીની ભાજી , રીંગણ , ડુંગળી ,લીલું લસણ વાવેતર થયેલું હતું .

સમી સાંજે બધા મિત્રો ત્યાં ભેગા થઇ ગયા . અગાઉથી નક્કી કર્યા મુજબ આ આયોજનમાં કોઈ સ્ત્રીની રસોઈ માટે પણ મદદ લેવાની ન હતી . બધા કામ સૌએ ભેગા મળી જેવું આવડે તેમ કરવાનું હતું . પહેલા માટલા ઊંધિયું બનાવાનું નક્કી કર્યું હતું પણ ઉતરાયણ પર બધાએ ધરાઈને ખાધું હતું અને અમારામાંથી કોઈની ઊંધીયા માટે આવડત ન હતી , પછી તુવેરના ટોઠામાં સર્વ સમંતિ ના થઇ . આખરે રીંગણનો ઓળો અને બાજરીના રોટલાની સર્વ સમંતિ થઈ . નજીકના ખેતરમાંથી રીંગણા , લીલી ડુંગળી લઇ આવ્યા . આજુબાજુના ખેતરમાં જઈ શાકભાજીની ખેતી નજીકથી જોઈ . ગામડામાં આજુબાજુ ખેત પેદાશ આપવા લેવાનો વ્યવહાર હોય છે . ખેત પેદાશ જ્યાં સુધી બજારમાં ન જાય ત્યાં સુધી ગામડામાં તેનું મુલ્ય ઓછુ હોય છે .

ખેતરમાં સૌના કામની વહેંચણી થઇ . એક મિત્ર મસાલો , ગોળ , ઘી લેવા ગયો . એક મિત્ર બળતણના લાકડા અને કોલસા માટે ગયો . મારા ભાગે નજીકના ખેતરમાં જઈ તાજું દૂધ અને છાશ લાવાનું કામ હતું . બાકી બીજું બધું મૂળો , ડુંગળી , મરચા લઇ રાખ્યા હતા . બાકી રહેલા મિત્રોએ વાસણ સાફ કરવાનું અને ચુલો , સગડી સળગવાનું કામ હતું . એક મિત્રને રીંગણનો ઓળો થોડો ઘણો આવડતો હોવાને લીધે તેણે આ મોટી જવાબદારી ઉઠાવી લીધી , બીજાએ રોટલા ઘડવાનું કામ માથે લીધું .બધી તૈયારી કરતા અંધારું થઇ ગયું . ઓછા પ્રકાશ , ઠંડા પવન  અને ખાટલા જોઈ બાકીના બધાએ આરામ ફરમાવ્યો . હજુ તો રસોઈ શરુ જ કરી એવામાં લાઈટ ગાયબ થઇ ગયી . થોડીવારમાં આવશે તેમ લાગ્યું પણ અમારા ભાગ્ય ફૂટેલા કે જીઈબીમાં ફોન કરતા ખબર પડી કે લાઈન ફોલ્ટમાં હોવાથી મોડી રાત્રે આવશે . બધાએ હસીને કહ્યું આતો એકદમ સાચેજ દેશી વાતાવરણ થઇ ગયું . હવે તાપણાના પ્રકાશ , ફાનસ અને બેટરીની મદદથી રસોઈ બનાવાની અને જમવાનું હતું .

હવે ચુલો અને સગડી સળગાવાનું કઠીન કામ આવ્યું . આ ભારે કામ એક મિત્ર તાપણાનો શોખીનને આવડતું હતું તેણે ચાલુ કર્યું અને બાકીનાએ કુતુહુલતાથી જોયું . ચુલો ફટાફટ ઈંટો ભેગી કરી , ગોઠવી તેમાં લાકડા નાંખી સળગાવ્યો પણ લાકડા લીલા હોવાથી જલ્દી સળગતો ન હતો . આખરે પેટ્રોલ વાળું કપડું કરી ચૂલામાં મૂકી ચુલો સળગાવી હાશકારો લીધો અને રીંગણાનો ઓળો બનાવાનું ચાલુ થયું . હવે સગડીમાં કોલસા નાંખી ચાલુ કરી . ખેતરમાં જૂની એક સગડી હતી . સગડીનું અવલોકન કરું તો તે એક જૂની લોખંડની ભંગાર ડોલમાંથી બનાવી હતી .સગડી માટીથી લીંપેલી હતી . સગડીમાં ઉપર નીચે જગ્યા હોય છે . નીચેના બાકોરાંમાં કોલસા સળગાવના . સગડી બરાબર સળગી એટલે રીંગણાનો ઓળાનું તપેલું તેના પર ચઢાયુ અને ચુલા પર રોટલા બનાવાનું ચાલુ થયું .રોટલા બનાવાની અણ આવડતને લીધે એક કલાડીએ પોતાનું અસ્તિત્વ ખોયું . હવે પાછો ભંગ પડ્યો પણ તરત બાજુના ખેતરમાં જઈ બીજી ત્રણ કલાડી લઇ આવ્યા અને વિશ્વાસ હતો કે આમાંથી એકેયનું  અસ્તિત્વ નહિ રહે પણ એક બચી ગઈ તેનો આંનદ થયો .

ઘણી બધી મજુરી પછી રોટલા અને ઓળો તૈયાર થઇ ગયો . હવે બધા ભૂખ્યા થયા હતા . અંધારમાં રોટલાનો આકાર સ્પષ્ટ દેખાતો ન હતો પણ જણાઈ આવતું હતું કે ગોળ તો નથી જ .હવે બધાની મહેનતથી દેશી જમણ તૈયાર થઇ ગયું હતું . હવે જાડા અને આકાર વગરના પણ સંપૂર્ણ શેકાયેલા બાજરીના મીઠા રોટલા , ટેસ્ટી રીંગણનો ઓળો , ડુંગળી , છાસ , દૂધ , મરચા , ઘી , ગોળ , મૂળો ગોઠવાયું અને બધા શરુ થઇ ગયા . બધાએ મજાથી શરૂઆત કરી . છાશના શોખીનોએ માખણીયા છાશ લોટા ભરી પીધી . દુધના શોખીનોએ લગભગ ૬ ફેટના તાજા દુધની મજા લીધી . વાતો કરતા કરતા જમવાની મજા આવી ગઈ . કોઈને ખબરે ના પડી કે લાઈટ નથી કે કેમ , જમવા માટે ચોખ્ખી થાળી છે કે કેમ , બેસવા માટે ટેબલ ખુરશી કે આસન છે કે કેમ .

અમારો અવાજ સાંભળી અમારા આ આયોજન જોવા આજુબાજુના ખેતરના છોકરા આવ્યા તેમને પણ અમારી સાથે સામેલ કર્યા . તેમને અને અમને પણ મજા આવી . વધુ ખાવાથી કેટલાક ખાટલામાં આરામ કરવા માંડ્યા . બધાએ ભેગામળીને સાફ સફાઈ કરી નાંખી . હવે પછીના પ્રોગ્રામમાં થોડી વધુ પૂર્વ તૈયારી અને આયોજનની ચર્ચા કરી મોડી રાતે એક મીઠી યાદ અને ગામઠી અનુભવ સાથે છુટા પડ્યા . અંધારામાં અમારી આ યાદોને કંડારવા માટે સારો કેમેરો પાસે ન હોવાનો અફસોસ થયો .

Advertisements

8 thoughts on “ગામઠી અનુભવ

  1. સરસ મજા માણી આવ્યા એમ ને રૂપેનભાઇ,
    ખરેખર આવા પોગ્રામ ની મજા જ કૈક અનેરી હોય છે. હવે પછી ક્યારેક બ્લોગર મિત્રો ભેગા થઇ ને આવો કૈક પોગ્રામ ગોઠવીએ તો?

    માધવ મેજિક બ્લોગ

    1. હા હર્ષદભાઈ સરસ મજા માણી આવ્યા . આપણે બધા બ્લોગર મિત્રો ભેગા થઈને જરૂર આના કરતા પણ સારો પ્રોગ્રામનું આયોજન કરીએ . પ્રોગ્રામ માટે આવો અમદાવાદ અમે અમદાવાદી મહેમાનોના સ્વાગત માટે સદાય તૈયાર છીએ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s