અરબસ્તાનનો એક કવિ અલ કોસઈ રણમાં રહેતો હતો . એક દિવસ નાબાનું એક સુંદર ઝાડ એના જોવામાં   આવ્યું . એ ઝાડની ડાળીઓમાંથી તેણે એક ધનુષ્ય તથા બાણ બનાવ્યાં .

રાત પડી એટલે એ ધનુષ બાણ લઇ તે જંગલી ગધાઓનો શિકાર કરવા નીકળી પડ્યો . થોડી જ વારમાં એણે ગધેડાનાં એક ટોળાનાં પગલાંઓનો અવાજ સાંભળ્યો . અને તેણે એક તીર છોડ્યું .એણે એટલા જોરથી ધનુષ ખેંચીને તીર છોડ્યું કે તે ગધેડાના શરીરને વીંધીને આરપાર નીકળી ગયું અને પાસેના પથ્થર સાથે જોરથી અફળાયું . બાણના એ અફળાવાનો અવાજ સાંભળીને અલ કોસઈએ વિચાર્યું કે મારો ઘા ખાલી ગયો છે . એટલે એણે બીજું તીર છોડ્યું . એ તીર પણ એક બીજા ગધેડાને વીંધી આરપાર નીકળી ગયું અને પથ્થર સાથે અફળાયું . અલ કોસઈએપાછું ફરી ધાર્યું કે એનો ઘા ખાલી ગયો છે . એટલે એણે પાછું ત્રીજું બાણ છોડ્યું , ચોથું  બાણ છોડ્યું , પાંચમું છોડ્યું . અને હરેક વખત તેને પેલા જેવો પથ્થર સાથે અફળાવાનો અવાજ સંભળાયો . એમ પાંચમી વાર પણ જયારે એને પોતાનું તીર ખાલી જતું દેખાયું ત્યારે એણે ક્રોધમાં આવીને પોતાનું ધનુષ જ તોડી નાખ્યું .

બીજે દિવસે સવારે આવીને તેણે જોયું તો પેલા પથ્થર પાસે પાંચ ગધેડાં મરેલાં પડ્યાં હતાં .

એનામાં જો થોડીક વધુ ધીરજ હોત , સવાર થાય ત્યાં સુધી એ જો રાહ જોઈ શક્યો હોત તો એ પોતાના મનની શાંતિ બચાવી શક્યો હોત અને સાથે સાથે પોતાનું ધનુષ પણ બચાવી શક્યો હોત .

 

{ સુંદર કથાઓ – આ વાર્તાઓ શ્રી માતાજીએ એફ. જે .ગાઉલ્ડના ‘ યુથ્સ નોબલ પાથ ‘ માંથી સામગ્રી લઈને ફ્રેન્ચમાં લખેલી છે }

 

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

4 thoughts on “આત્મ સંયમ – બોધકથા

  1. આદરણીયશ્રી. રૂપેનભાઈ

    જે માણસ સંયમ પાળે છે તે વિશ્વને જીતે છે.

    વિશ્વને ઝુકાવવા માટે નિયમ પાલન ખુબજ જરૂરી છે.

    આપની બોધવાર્તા સાચે જ સુંદર બોધ આપનારી છે.

    કિશોરભાઈ પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s