શંકારામ – બોધકથા

Standard

એક માણસ ખૂબ શંકાશીલ હતો . વાતેવાતમાં એને શંકા થયા કરે . આથી લોકોએ એમનું નામ પાડી દીધું . શંકારામ ! બધા એને આ નવા નામથી બોલાવવા માંડ્યા . એ ભાઈને આ નામ જરાય ન ગમે . છેવટે ત્રાસીને એણે ગામ છોડી દીધું . એટલું જ નહીં , સન્યાસી થઈ ગયો .

બીજા ગામમાં તો એને કોઈ ઓળખતું ન હતું . એક બ્રાહ્મણ પરિવારે એમને ભોજન માટે નોતર્યા . શંકારામે ભોજન માટે ગયા . ભોજન પછી બ્રાહ્મણ કહે – ‘ મહારાજ , એક શંકા છે , આ ગામમાં બધા મુસલમાન હતા . અહીંથી પસાર થનાર બધા સાધુ સન્યાસી ભૂખ્યા પસાર થઇ જતા હતા . આ ઠીક ન લાગવાથી બધાએ મળીને અમારા પરિવારને બ્રાહ્મણ બનાવી દીધો . હવે અમે સાધુ યાત્રીઓને ભોજન કરાવીએ છીએ . અમારી દિકરીનો વિવાહ તો અમે અમારા સમાજમાં કરી દીધેલ છે પણ હવે એ સમજણ પડતી નથી કે દીકરાઓના વિવાહ હિંદુ સાથે કરીએ કે મુસલમાન સાથે ?

શંકારામ કહે – મેં તો તમારે ત્યાં ભોજન કરી લીધું . હવે મને એ કહો કે મારે સ્મશાનમાં જવું કે કબ્રસ્તાનમાં ?

શંકાખોરને બધું શંકાસ્પદ જ લાગશે . એમ કહેવાયું છે કે આથી બધે ને બધી વાતે શંકા ન કરવી જોઈએ .

 

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

3 responses »

  1. શંકારામ કહે – મેં તો તમારે ત્યાં ભોજન કરી લીધું . હવે મને એ કહો કે મારે સ્મશાનમાં જવું કે કબ્રસ્તાનમાં ?
    ઇન્ડિયન રાજકારણમાં આ સવાલ પૂછાય…સરસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s