ફોટો સ્ત્રોત - ગુગલ

યેલ્લાપ્રગદા સુબ્બારાવનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૯૫ માં મદ્રાસના ભીમવરમ ગામમાં થયો હતો .તેમનો પરિવાર ઘણો ગરીબ હતો .તેઓ પ્રેસિડનસી કોલેજમાંથી ઇન્ટરમીડીયેટ પરીક્ષા પાસ કરી હતી . તેઓ તબીબી અભ્યાસ માટે મદ્રાસ તબીબી કોલેજમાં જોડાયા હતા . તેઓ કોલેજ કાળ દરમ્યાન ગાંધીજીના એલાનનું પાલન કરતા હતા . ગાંધીજીએ આપેલા વિદેશી માલના બહિષ્કાર એલાનનું પાલન કર્યું . તેમણે તબીબી કોલેજમાં વિદેશી મોજાના સ્થાને દેશી ખાદીના સર્જીકલ મોજા પહેરવાનું પસંદ કર્યું . તેઓના આ નિર્ણય માટે થઈને તેમના અધ્યાપકે  તેમને એમ બી બી એસની માનદ ડીગ્રી ન આપી એલ એમ એસ પ્રમાણપત્ર આપ્યું .

સુબ્બારાવ મદ્રાસની લક્ષ્મીપતિ આર્યુવેદીક કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા . તેઓએ અગાઉ મદ્રાસ તબીબી સેવામાં જોડવા પ્રત્યત્ન કર્યો હતો પણ સફળ થયા ન હતા . તેઓ આયુર્વેદને આધુનિક બનાવવા પ્રયત્નો કરવામાં જોડાઈ ગયા હતા . થોડા વર્ષો અગાઉ તેમના ભાઈનું કોઈ ઘાતક રોગથી અવસાન થયું હતું . તે જોયા બાદ તેમણે આવા ઘાતક રોગો સામે જીવનરક્ષક દવા શોધવાનો નિર્ણય કર્યો .વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા .

અમેરિકમાં તેમણે ઘણા સંશોધનો કર્યા અને સફળ પણ થયા . તેમણે શોધ્યું કે ઘણા રોગ વિટામીન બી ૧૨ ની ઉણપથી થાય છે . તેમને પ્રયોગશાળામાં ફોલિક એસીડ બનાવવામાં સફળતા મળી .ગ્રેમિસિડાઈનની શોધ સૌ પ્રથમ કરનાર સુબ્બારાવ હતા .તેમણે ઔરામાયસીનની પણ શોધ કરી હતી .તેમણે મેથોટ્રેક્સેટની શોધ કેન્સર સામે લડવા કરી હતી .તેમણે હેટ્રેઝનની શોધ પણ કરી હતી . તેમની પાસે એક સફળ ટીમ પણ હતી જે તેમને સંશોધનમાં ઘણી મદદ કરતી હતી . તેમણે તેમના સંશોધનમાં પોતાનું જ નામ જોડાય તેવું  ઇચ્છતા ન હતા .

વધુ વાય.સુબ્બારાવ વિશે જાણવા માટે ક્લિક કરો

2 thoughts on “વાય. સુબ્બારાવ

  1. રૂપેનભાઈ, તમારા બ્લોગ હંમેશા સરસ માહિતીપ્રદ હોય છે. ખરેખર આ ઘણી મોટી સેવા છે સમાજની.
    વાય. સુબ્બારાવ વિશે લખીને પણ તમે ઘણું સરસ કામ કર્યું છે, બસ એક વાતે ધ્યાન દોરવા માગું છું કે તેમનું જન્મવર્ષ સરતચૂકથી 1985 લખાઈ ગયું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s