કાલે રવિવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૧૧ની મુલાકાત લીધી . સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય અને સુંદર આયોજન જોઈ કોઈપણ રોમાંચિત થઇ જાય . વલ્લભસદન પાસેથી એન્ટી લઇ વ્યવસ્થિત પાર્કિંગ અને અંદર મેટલ ડિટેક્ટરથી ચેકિંગ પછી જ્યાં અંદર લીલી કાર્પેટ જોઈ સામાન્ય નાગરિક આનંદિત થઈ જતા જોવા મળ્યા , પાછી એન્ટ્રીની કોઈ કિમંત નહિ . અંદર વ્યાજબી ભાવે ફૂડ સ્ટોલ , બાળકો માટે રમતગમતની થોડી રાઈડ્સ છે . અંદર પ્રવેશ પછી ઉંચી સરદાર પટેલની મોટી પ્રતિમા મુકવામાં આવી છે . હાલ સરદાર સાહેબ ચર્ચામાં છે , પ્રથમ એરપોર્ટ પર અને પછી અહિયા પણ તેમની પ્રતિમા મુકવાનું રાજકારણીઓને મોડે મોડે પણ યાદ આવ્યું .

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૧૧માં ઘણા બધા દેશના પતંગબાજો આપણા મનોરજંન માટે આવ્યા છે . હવે આપણા દેશમાં પણ ઘણી કાઈટ કલબ બની છે . તેઓ પણ વિવિધ જાત ના પતંગો લઇને આવ્યા છે . થોડા વર્ષોમાં આપણને ફોરેનરોની જરૂર નહી રહે , આપણા કાઈટ કલબના મિત્રો આપણું મનોરંજન માટે સક્ષમ બની જશે . અહીંયા ચાઈના , ટર્કી , કેનેડા ,સ્પેન , ફ્રાંસ , ગ્રીસ , ન્યુઝીલેન્ડ , હોલેન્ડ , ફીનલેન્ડ , મલેશિયા , કંબોડિયા જેવા લગભગ ૩૦ દેશના મિત્રો ભાગ લેવા આવ્યા છે .અહિયાં નાના અને મોટા પતંગો તથા ભારતીય અને વિદેશી એમ અલગ અલગ પાંચ ઝોન માં હરીફાઈ રાખવામાં આવી છે .અહીંયા આકાશમાં ઉડતા મહાકાય પતંગો ત્યાં સ્થળ પર જ એસેમ્બલ કરવામાં આવે છે . આ જોવાનું પણ રોચક બની જાય છે .

રિવરફ્રન્ટમાં પતંગ , ફૂડ સ્ટોલ , ખરીદીના સ્ટોલ સાથે સાથે લોકોએ નદીમાં બોટિંગનો લ્હાવો પણ લીધો . સ્પીડ બોટ એક આકર્ષણનું કેન્દ્ રહ્યું . જે ગોવા , કેરલ કે અન્ય વિદેશના સમુદ્રમાં સ્પીડ બોટ રાઈડ હોય છે તેવી રાઈડની મજા ગુજરાતવાસીઓએ સાબરમતીમાં લીધી . સાંજે રોશની પણ સરસ કરવામાં આવી છે . આટલી ભીડ હોવા છતાં સરસ આયોજન કર્યું છે . મને કાલે ત્યાં ફૂડ સ્ટોલમાં ડાયનીંગ ટેબલ પર જમતા વિચાર આયો કે , કોણે વિચાર્યું હશે કે ૨૦૧૧માં સરકારી પ્રોગ્રામમાં આવી રીતે મીનરલ વોટરની સગવડ સાથે જમવાનો મોકો મળશે . આ વિચારો કે સપના સાકાર કર્યા છે માનનીય નરેન્દ્ મોદી . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફની દિલથી મહેનત પણ કહી શકાય . સાથે સાથે લોકોમાં ગંદકી નહિ કરવાની સમજણ પણ જોવા પણ મળી , હવે એમ થાય છે કે અમદાવાદ એક મોટું જોવાલાયક સ્થળ બની જાય તેમ છે . અને મારા જેવા અમદાવાદીઓએ અમદાવાદ માટે ગર્વ લેવો જોઈએ જ કે અમે અમદાવાદી , પાક્કા અમદાવાદી .

આ વાંચી અમદાવાદના મિત્રોએ એકવાર જવું તો જોઈએ જ . અહિયાં થોડાક આવડત વગરના ફોટા પણ મુક્યા છે , તેની  પણ મજા લઈએ .

rupen patel

 

 

 

 

 

 

 

rupen patel

 

 

 

 

 

 

 

 

 

 

 

rupen pate

 

 

 

 

 

 

 

 

 

 

 

 

rupen pate

 

 

 

 

 

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૧૧ – rupen ptel

 

Advertisements

12 thoughts on “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૧૧ યાદગાર મુલાકાત

  1. આ એક ખૂબ સરસ વાત છે, પણ સાચી વાત કહું તો અમદાવાદ જ બધાં ઉત્સવોની ઊજવણી શા માટે?? ગુજરાતની વાત થતી હોય તો અલગ-અલગ ઉત્સવો માટે અલગ અલગ શહેરોને પણ આવરી લેવાં જોઈએ. દા.ત. આખાં ગુજરાતમાં વડોદરાની નવરાત્રી અને ગણેશોત્સવ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે, તો વાઈબ્રન્ટ નવરાત્રી કે ગણેશોત્સવ ત્યાં રાખો. અમદાવાદ ઊત્તરાયણ માટે જાણીતું છે તો તે ત્યાં રાખો. બધું જ અમદાવાદમાં રાખીને ગુજરાતનાં બીજા શહેરોનાં લોકોને ભાગ લેવાનો મોકો ન મળે તે સમજાતું નથી.

  2. હિતુલભાઈ બધાં ઉત્સવોની ઊજવણી અમદાવાદમાં શા માટે , આ ઉત્સવોની ઊજવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશ્નર દિવસ રાત ખડેપગે કામ કરે છે . જો ગુજરાતના બીજા શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન આવી તૈયારી બતાવશે તો કદાચ ત્યાં પણ આવા ઉત્સવો ઉજવાશે . તમે તમારા મ્યુનિસિપલ કમિશ્નર કે મેયર ને છેલ્લે નજીકથી ક્યારે જોયા હશે . અમે અમદાવાદીઓએ દરેક ઉત્સવોમાં અને અનેકવાર અમારા મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરને નજીકથી કામ કરતા અને કામ કરાવતા જોયા છે . તેઓ પરિણામ માટે મરી મટે છે , માટે જ અમદાવાદ પસંદ કરાતું હશે . દરેક ઉત્સવ માત્ર અમદાવાદ માટે નહિ પણ આપણા સમગ્ર ગુજરાતવાસીઓ માટે હોય છે તે ભુલવું જોઈએ નહી .

 1. મહેમાન તો અજાણ્યા જ હોય !! પરંતુ, યજમાને તો મહેમાનને ખોળી કાઢવા જોઇએ ને !! પાક્કા અમદાવાદી ભાઇ !! (મજાક…મજાક…)

  સરસ અહેવાલ. ખરે જ સુંદર આયોજન છે. મને થયું થોડા ચિત્રોનું યોગદાન હું પણ કરી આપું. (વાંચો : http://wp.me/pKKId-kI )
  આભાર.

  1. અરે અમારા કમનસીબ અમે આપ જેવા મહેમાનને ના ખોળી શક્યા . બાકી અમે પાક્કા અમદાવાદી મહેમાનગતિમાં કાઠિયાવાડી કરતા કમ નથી . આપના બ્લોગ પર પણ સરસ ફોટા છે .

 2. શ્રી રુપેનભાઇ,

  એકદમ ઝક્કાસ ફોટોગ્રાફી, સારા ફોટોગ્રાફ લઇ શકો છો.

  પરદેશમાં પતંગોત્સવ મનાવ્યો આપના દ્વારા

  મઝા આવી ગઈ .. વાહ વાહ. ફોન અને સરનામું આપશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s