બાળકની બારાક્ષરી ! – બોધકથા

સામાન્ય

એક નગર હતું , જેમાં તમામ જાતિ – સમુદાયના લોકો ખૂબ સંપ અને હેતથી રહેતા હતા . સૌ એકબીજાના ધર્મ પ્રત્યે ભારે આદરભાવ ધરાવતા હતા . એક દિવસની આ વાત છે . ચર્ચમાં પાદરીએ જોયું કે એક નાનું બાળક ઇસામસીહની પ્રતિમા સામે હાથ જોડીને કંઇક ગણગણી રહ્યું હતું . પાદરીને બાળકના હાવભાવ જોઈને ખૂબ નવાઈ લાગી . પાદરીના મનમાં અનેક સવાલો દોડવા લાગ્યા . તેઓ ધીરેથી બાળકની પાસે જઈને ચૂપચાપ ઘૂંટણે પડી બેસી ગયા . બાળકે થોડીક વારમાં આંખો ખોલી . પાદરીએ હેતથી પૂછ્યું , બેટા તે ઇસામસીહને કઈ પ્રાર્થના ભેટ ધરી ?

બાળકે પોતાની કાલીઘેલી ભાષામાં કહ્યું , મને કોઈ પ્રાર્થના નથી આવડતી ! આ સાંભળી પાદરીને વધારે જિજ્ઞાસા થઇ . તેમણે બાળકને ફરીથી પૂછ્યું , બેટા તો પછી તું હાથ જોડીને ઇસામસીહને શું કહેતો હતો ? બાળકે કહ્યું , હું તો ઇસામસીહ સમક્ષ બારાક્ષરી બોલતો હતો . પાદરીએ પૂછ્યું , બેટા બારાક્ષરી શા માટે ? બાળકે જવાબમાં કહ્યું , હવે ઇસામસીહને જે પ્રાર્થના ગમશે તે આ બારાક્ષરીમાંથી બનાવી લેશે .

બાળકની આ વાત સાંભળી પાદરી ગદગદ થઇ ગયા . તેઓ સ્વત્: બોલી ઉઠ્યા , મારી આટલાં વર્ષોથી ઇસામસીહને કરેલી તમામ પ્રાર્થનાઓ આગળ આ બાળકની બારાક્ષરી ઇસામસીહે પ્રથમ સ્વીકારી હશે .

જેમ દરેક લાકડામાં છૂપો અગ્નિ હોય છે , પણ તેને પ્રજ્વલિત કરવો પડે છે તેમ દરેક બાળકના મનમાં પણ અખૂટ જ્ઞાન પડેલું છે . આ બાળકોની સર્જનશીલતા અને જીજ્ઞાસાને એક દિશા આપવાની જરૂર હોય છે .બાળકોમાં રહેલી છૂપી સૂઝને પારખી પ્રોત્સાહન આપવાની જરૂર છે .

વાર્તા સંકલન ~~ અમૃતભાઈ અગ્રાવત , લોકસરવાણી

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

5 responses »

  1. રુપેનભાઈ, મારા સેકંડ લાસ્ટ બ્લોગપોસ્ટમાં ‘તમને શું થવું ગમે’ સંદર્ભમાં ‘બાળક’ બનવાની વાત કરી હતી…તમને યાદ છે?

    બાળપણું ગુમાવ્યા વગર બાળક બનીને કોઈ પણ મોટા કામ કરી શકાય એનું આ પણ એક મસ્ત મજાનું ઉદાહરણ છે. ગૂડ ગોઈંગ બ્રો!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s