સોક્રેટીસના સમયમાં આલિસબાઈડીસ નામનો ખૂબ પૈસાદાર માણસ થઇ ગયો . તેને પોતાના ધનનું , પોતાની જાગીરનું ખૂબ જ અભિમાન હતું .
આ વાતની સોક્રેટીસને જાણ થતાં તેઓ તેની એની પાસે દુનિયાનો નકશો લઈને ગયા અને બોલ્યા , ” આમાં આપ આપણો એન્ટીકા પ્રાંત બતાવશો ? “

એન્ટીકા પ્રાંત ઘણો નાનો હતો અને આખી દુનિયાના નકશામાં શોધી કાઢવો ખરેખર મુશ્કેલ હતો . થોડી વાર મહેનત કર્યા પછી આલિસબાઈડીસે તે શોધી કાઢી સોક્રેટીસને બતાવ્યો .

પછી સોક્રેટીસ પૂછ્યું , ” હવે એ એન્ટીકા પ્રાંતમાં આપની જાગીર જરા બતાવો ને ? “

આલિસબાઈડીસ હસતો હસતો બોલ્યો , ” તમે પણ ખરા છો ! આ દુનિયાના નક્શામાંથી માંડ માંડ આ એન્ટીકા પ્રાંત બતાવ્યો અને એ પણ ટપકા જેવડો જ છે ! એમાં વળી મારી જાગીર શી રીતે બતાવી શકાય ? “

એ સાંભળી સોક્રેટિસ બોલ્યા , ” આખી દુનિયાના હિસાબમાં તમારી માલિકીની જમીનના કટકાની કશી વિસાત નથી ; જયારે આવી તુચ્છ સંપત્તિની માલિકીને લીધે આપનો ગર્વ કેટલો ઉછાળા મારી રહ્યો છે ! આવી નજીવી જમીનના માલિક થવા બદલ આપ શા હિસાબે આટલા ફૂલાઈને ફરો છો ? ”

( શ્રીમદ રાજચંદ્ર – જીવનસુધા)

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

4 thoughts on “ગર્વખંડન – બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s