ડૉ મારિયા ટેલ્કેસ – સૌર ઉર્જાના શોધક

Standard

ડૉ મારિયા ટેલ્કેસનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૦૦ ના રોજ બુડાપેસ્ટ , હંગરીમાં થયો હતો . તેમના પિતાનું નામ અલાડર ટેલ્કેસ અને માતાનું નામ લાબન ટેલ્કેસ હતું . તેમણે તેમનું ભણતર સ્કુલ અને કોલેજ બુડાપેસ્ટમાં જ કર્યું હતું .તેમણે ૧૯૨૦માં બી.એ ની ડીગ્રી મેળવી હતી અને ફીજીકલ કેમેસ્ટ્રીમાં પીએચડી ૧૯૨૪માં મેળવી હતી .

ડૉ મારિયાએ યુનિવર્સીટી ઓફ દેલાવર , ન્યૂયોર્ક યુનિવર્સીટી , એમઆઈટીમાં સહયોગી શોધ પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી છે .ડૉ મારિયા ૧૯૩૯માં એમઆઈટીમાં જોડાયા .એમઆઈટીમાં તેમણે સોલર ઉર્જા માટે ઘણા બધા સંશોધનો કર્યા . ૧૯૪૫માં તેઓ એમઆઈટીમાં એસોસિએટ પ્રોફેસર બન્યા .એમઆઈટીમાં સંશોધન દરમ્યાન તેઓ ઘણા પ્રસિદ્ધ થયા .

૧૯૫૩માં તેઓએ ન્યુયોર્ક યુનિવર્સીટી કોલેજ ઓફ એન્જીનીયરીંગ માં કામગીરી કરી .૧૯૬૯માં તેઓ દેલાવરેમાં ઇન્સ્ટિટયૂટ ઓફ એનર્જી કન્વર્ઝન માં સંશોધનો કર્યા .

ફોર્ડ ફાઉન્ડેશને ડૉ મારિયાને ૧૯૫૩માં સોલર ઓવનના સંશોધન માટે ૪૫૦૦૦ ડોલર દાન આપ્યું હતું . આ દાનથી ડૉ મારિયાને સોલર ઓવન ની શોધમાં સરળતા રહી .

ડૉ મારિયાને ૧૯૫૩માં ફર્સ્ટ એવર સોસાયટી ઓફ વુમન એન્જીનીયર એચિવમેન્ટ એવોર્ડ મળ્યો . ડૉ મારીયાને અમેરિકન સોલર એનર્જી સોસાયટીનો ચાલ્રર્સ ગ્રીલે એબટ એવોર્ડ ૧૯૭૭માં મળ્યો હતો . ૧૯૭૭માં તેઓ  સોલર એનર્જી ક્ષેત્રમાં વર્લ્ડના ફોરમોસ્ટ પાયોનિયર તરીકે ઓળખાયા . બીજા વિશ્વ યુદ્ધ વખતે તેમને યુનાઇટેડ સ્ટેટ ગવર્મેન્ટે ઓફીસ ઓફ સાઈન્ટીફિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સિવિલ એડવાઈઝર ( OSRD ) તરીકે નિમણુંક કરી .

ડૉ મારિયાનું નિધન ૨ ડીસેમ્બર ૧૯૫૫ના રોજ થયું .

ડૉ મારિયા ટેલ્કેસ – સૌર ઉર્જાના શોધકને વધુ જાણવા માટે ક્લિક કરો .


During World War II, the United States government, noting Telkes’s expertise, recruited her to serve as a civilian advisor to the Office of Scientific Research and Development (OSRD).

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

5 responses »

    • મેવાડાજી આપના પ્રતિભાવ બદલ આભાર . આગળ આવી વૈજ્ઞાનિક અને ધાર્મિક પોસ્ટ પર પણ આપ આપના પ્રતિભાવ આપતા રહેજો .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s