હિંદીના પ્રસિદ્ધ કવિ ભારતેન્દુ હરિશ્ચન્દ્ર પોતાની ઉદારતા માટે ખૂબ જ જાણીતા હતા . તેમના જીવનમાં એક સમય એવો આવ્યો કે પોતે લખેલા કાગળ ટપાલમાં નાખવા માટે તેમની પાસે ટીકીટના પૈસા પણ નહોતા . આમ હોવા છતાં તેઓ ટપાલનો જવાબ લખી , તે ટપાલ પોતાના ટેબલ ઉપર મૂકી રાખતા .

એક વખત તેમના એક મિત્ર તેમને મળવા આવેલા . તેમણે ટપાલનો થોકડો જોયો અને બધી વાત સમજી ગયા . તુરંત જ ટીકીટો લઇ આવીને બધી ટપાલ પોસ્ટ કરી દીધી .

થોડા સમય પછી ભારતેન્દુની આર્થિક સ્થિતિ સારી થઇ ગઈ . પેલા જૂના મિત્ર મળે ત્યારે ભારતેન્દુજી તેમણે પોસ્ટની ટીકીટના પાંચ રૂપીયા આપે પણ મિત્ર તેનો અસ્વીકાર જ કરે .

આખરે ભારતેન્દુજીના મિત્ર થાક્યા ત્યારે કહે , ‘ જો તમે પાંચ રૂપિયાની વાત કાઢશો તો મારે તમને મળવા આવવાનું બંધ કરવું પડશે . ‘

ભારતેન્દુજી કહે , ‘ ભાઈ ! તમે મને પાંચ રૂપિયાની મદદ એવા સમયે કરી છે કે દરરોજ હું તમને પાંચ રૂપિયા આપું તો પણ તેનો બદલો વાળી શકું તેમ નથી . તમે તો મારા મહાન ઉપકારી છો . ‘

( શ્રીમદ રાજચંદ્ર – ચારિત્ર્ય સુવાસ )

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

8 thoughts on “કૃતજ્ઞતા – બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s