એક વાંદરો હતો . એને તરસ લાગી . જંગલમાં ક્યાંય પાણી ન મળ્યું . બહુ શોધ કરતાં છેવટે એક કૂવો દેખાયો . એતો આંખો મીંચીને એમાં કૂદી પડ્યો ! ખૂબ પાણી પીધું . પછી કૂવાની બહાર નીકળવા ગયો પણ ફાવ્યો નહી ! કૂવો ખૂબ ઊંડો હતો . તેની બહાર નીકળવા એણે ઠેકડા ઘણા માર્યા પણ ફાવ્યો નહી .એ તો થાકીને ટે થઇ ગયો .

થોડીવાર પછી એક બકરો પાણીની શોધમાં એ જ કૂવા પાસે આવી ઉભો . વાંદરાએ તેને કહ્યું ‘ કૂવામાં તો ખરેખર અમૃત જેવું પાણી છે ! ‘  બકરાને પણ તરસ લાગી જ હતી . એ તો વગર વિચારે કૂવામાં કૂદી પડ્યો . વાંદરાને એ જ જોઈતું હતું . એ ઝટ બકરાની પીઠ પર ચડીને કૂવાની બહાર નીકળી આવ્યો ને પેલો બકરો ફસાઈ ગયો !

ગમે તેની વાતનો ભરોસો ન કરાય . ભરોસો કેવળ અંગત માણસોનો જ કરાય . જે અંગત હોય તે જ ખરી વાત કહે .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

8 thoughts on “ભરોસો કોનો કરશો ? – બોધકથા

  1. સાવ સાચી વાત છે. આપણે જ વિચારવું જોઈએ કે આપણું સાચું હિતૈષી કોણ છે. માત્ર શબ્દો મીઠા હોય એટલે માણસ સાચો ન થઈ જાય. સારું બોલનારા નહિ, સાચું બોલનારાને મિત્રો બનાવો.
    સરસ કથા રૂપેનભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s