નદી કાંઠે કોઈ એક ખેતર હતું . એક દિવસ એ નદીમાં નાહવા પડ્યો . નદીમાં ચોખ્ખા પાણીમાં એને ચળકતો મણી દેખાયો . એ બહુ રાજી થઇ ગયો . એને મેળવવા માટે એણે પાણીમાં વારંવાર ડૂબકીઓ મારી , પણ હાથમાં કાંકરા સિવાય કંઈ ના આવ્યું . નદીની બહાર આવીને પાણી તરફ નજર કરી તો ફરી પેલો ચળકતો મણી ફરી દેખાયો ! ખેડૂતે ફરી ડૂબકીઓ મારી પણ હાથમાં કાંકરા સિવાય કંઈ ના આવ્યું ! એનો અફસોસનો તો પાર નહીં , પણ શું થાય ?

એકવાર કોઈ મહાત્મા તેને ત્યાં પધાર્યા . ખેડૂતનો ચહેરો ઉતરી ગયેલો હતો . તે દેખીને એમણે એને ચિંતાનું કારણ પૂછ્યું . ખેડૂતે ઢીલા અવાજે કહ્યું , ” નદીના પાણીમાં દેખાતો મણી મને કેમ હાથ લાગતો નથી , મહારાજ ? “

મહાત્માએ તેને કહ્યું ” નદીમાં જવું નકામું છે , નદીના પાણીમાં દેખાતા ઝાડની ડાળીએ ચઢીને જોઈ જો .” હવે ખેડૂતે ઝાડની ડાળીએ ચડ્યો . ડાળ પર પંખીનો માળો હતો . એ માળામાં પડેલો મણી મેળવીને ખેડૂત ખૂબ હરખાયો .

હકીકતે એ મણીનું જ પ્રતિબિંબ નદીના પાણીમાં ચળકતું હતું !

સુખ આપણી અંદર છે પરંતુ આપણે તેને ભળતે ઠેકાણે બહાર શોધીએ છીએ . કોઈ ગુરુના માર્ગદર્શક – ઉપદેશ થકી જ આપણને આત્મસુખ રૂપી મણી મળી શકે .

 

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

 

Advertisements

4 thoughts on “મણીનું મૂળ ઠેકાણું જાણો – બોધકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s