ગીરમાં લુંટ એટલે સ્થાનિક સરકારી કર્મચારીઓ દ્વારા સુયોજિત સ્થાનિક લોકોની મદદથી પ્રવાસીઓની લુંટવાની વ્યવસ્થા. ગીરમાં પ્રવાસીઓની દરેક સ્થળે અને દરેક પળે લુંટ ચલાવાય છે . અગાઉ બે વાર સફારી રાઇડ દ્વારા ગીર સેન્ચ્યુરી જોવાના નિષ્ફળ પ્રયત્નો અને દેવળીયાના માંદલા સિંહ જોઈ કંટાળયા પછી તેમજ અક્ષરનાદ પર જીગ્નેશભાઇના ગીર ના અનુભવો જાણી ગીરની મુલાકાત લેવાની ઈચ્છા વધી ગઈ . દિવાળીમાં ગીરની મુલાકાત વખતે ગમે તે રીતે સફારી રાઈડથી સેન્ચ્યુરી મુલાકાત લેવા મનોમન નક્કી કર્યું .ગીરમાં અમિતાભ બચ્ચન અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોનું ખૂન કરવામાં આવે છે .

વહેલી સવારે અમદાવાદથી નીકળી બપોરે ૩ વાગે ગીર પહોંચી ગયા . પહેલેથી બે રિસોર્ટમાં બુકીંગ કરાવી રાખ્યું હતું અને ગીર પહોંચતા પહેલા ૨ કલાક અગાઉ ફોન પર કન્ફર્મ પણ કર્યું હતું . પ્રથમ રિસોર્ટ પર પહોંચતા તેમણે બુકિંગ કેન્સલ કરી વધુ રૂપિયા માટે થઇ બીજાને રૂમ આપી દીધા . અહિયા જ લુંટનો પ્રથમ અનુભવ થઇ ગયો . બીજા રિસોર્ટ પર જલ્દી ગયા અને ત્યાં રૂમ મેળવવામાં સફળ થયા , આ રિસોર્ટ આંબાવાડિયા વચ્ચે બનાવ્યું છે અને સેન્ચ્યુરીથી ૫ કી.મી નજીક છે . હવે આગળના પ્રવાસ માટે ત્યાંના લોકલ લોકો પાસેથી જાણકારી મેળવી કે સેન્ચ્યુરીમાં ક્યારે અને કેમ પ્રવેશ મેળવી શકાય .તેના જવાબમાં જાણ્યું કે આપ રૂપિયાના જોરથી જ સેન્ચ્યુરીની મજા લઇ શકો અને નહીતો દેવળીયા જઈ શકો .

સાંજના સિંહ સદનની મુલાકાત લઇ જાણકારી મેળવી કે વહેલી સવારે પ્રવેશ મેળવી શકાય . સેન્ચ્યુરીમાં પ્રવેશ માટેની વ્યવસ્થા આ રીતે હતી કે પ્રવેશ સમય સવારે ૬ થી ૯ , ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ છે . આ ત્રણે સમય દરમ્યાન દિવાળીમાં ૨૫ + ૨૫ = ૫૦ જીપ્સી હતી , પણ અમે પહોંચ્યા એ દિવસે સીઝન પૂરી જાહેર થઇ એટલે રોજ ૧૫+ ૧૫ = ૩૦ જીપ્સી હતી . ત્રણે સમય થઇ કુલ ૫૪૦ લોકો મુલાકાત લઇ શકે .એક જીપ્સીમાં ૬ વ્યક્તિ સફર કરી શકે .ત્યાં રોજ લગભગ ૧૫૦૦ લોકો મુલાકાતે આવે છે તે મુજબ ૫૪૦ લોકો સેન્ચ્યુરીમાં અને ૬૦૦લોકો દેવળીયા જઈ શકે , બાકીના ઘરે પરત જોયા વગર જાય છે .

સિંહ સદન નો દરવાજો સવારે ૫-૩૦ વાગે ખુલે છે પણ લાઈન રાતે ૨ વાગે ચાલુ થઇ જાય છે .ટીકીટ સવારે ૬ વાગે મળે . રિસોર્ટ પરથી કહ્યું કે રાતે ૨ વાગે જ જવું જોઈએ , માટે હું અને મારો મિત્ર રાતે ૨ વાગે લાઈનમાં ગોઠવાઈ ગયા તો અમારો નંબર ૧૭ મો હતો . રોજ ૧૫+ ૧૫ = ૩૦ જીપ્સી એટલે રોજ ત્રણે  સમય દરમ્યાન ૧૫ કરંટ બુકિંગ અને ૧૫ એડવાન્સ બુકિંગ વાળા જઈ શકે . હવે ૧૭ માં ક્રમે અમારો ચાન્સ ૯ થી ૧૨ માં આવે તેમ હતો .ધીમે ધીમે ૪ વાગતા લાઈનમાં લોકોની સંખ્યા થઇ ૯૦ જેટલી પણ પ્રવેશ મળવાનો હતો માત્ર ૪૫ લોકોને જ . જીપ્સીમાં ૬ વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ ટીકીટ માટે આવી શકે .હવે પાછળના લોકો આગળ આવવા માટે કાવા દાવા ચાલુ કર્યા અને વાતાવરણ ગરમ અને તોફાની થઇ ગયું . મારી આગળના ૧૬ માંથી માત્ર ૪ લોકો જ પ્રવાસી હતા , બાકીના ત્યાંના સ્થાનિક ગાઈડ કે ગામના લોકો હતા . તેઓ પોતાની જગ્યા છોડવા માટે મોં માંગ્યા રૂપિયા લેતા હતા . લાઈનમાં ૧ નંબર ક્રમ માટેના ૧૦૦૦  રૂ , ૨ અને ૩ માટે ૮૦૦ રૂ , ૪ અને ૫ માટે ૬૦૦ રૂ , ૬ થી ૧૨ માટે ૫૦૦ રૂ હતા .પાછુ જાણવા મળ્યું કે દરવાજાની અંદર પણ સિંહ સદનના ૧૦ લોકો પણ લાઈનમાં હશે , તો મારો નંબર ૧૭ થી ૨૭ કે ૩૦ થાય માટે મારે પણ લુંટાવા માટે સામેલ થવું પડ્યું અને મેં ૫૦૦ રૂ આપી ૧૭ પરથી ૭ નંબર ક્રમ મેળવ્યો અને થોડી ચિંતા ઘટી . દરવાજો ખુલ્યો અને અંદર પ્રવેશ મળ્યો અને ખરેખર અંદર પણ પહેલેથી જ ૧૧ લોકો હતા , ફરી નંબર થયો ૧૮ મો .હવે અમદાવાદી દિમાગ દોડાયું અને પાછળ વાળાને તૈયાર કર્યા અને ચાલુ કર્યો બખેડો અને વચ્ચે આવવું પડ્યું ત્યાંના મોટા સાહેબને અને પેલા ૧૧ લોકો ને દુર કર્યા અને બાપુ હાશ આપણને સવારે ૬ થી ૯ માટેની સાવજ જોવા સફારી માટેની પરમીટ મળી ગઈ .

હવે એન્ટ્રીના ૬ વ્યક્તિના ૪૦૦ રૂ છે , કેમરાના ૧૦૦ રૂ છે , જીપ્સીના કોઈ નક્કી નથી . મેં ૮૦૦ ચુકવ્યા , કેટલાકે ૧૦૦૦ અને ૧૫૦૦ રૂ પણ ચુકવ્યા છે , અહીં પણ લુંટ . સવારે ૬- ૩૦ વાગે શરુ થઇ જંગલની રોમાંચક શરૂઆત . જંગલમાં ઠંડક , ઉબડ ખાબડ રસ્તા , પક્ષીઓના અવાજ , હરણ ,જંગલી ગાય સાથે શરુ થઇ સફર .હવે શોધવાનો હતો બાપુ સાવજને અને તે માટે ગાઈડ સાથે સેટિંગ થયું ૧૦૦ રૂ માં , અહી પણ  લુંટ .જંગલમાં ઘણા બધા પક્ષી , ઝરણા , તળાવ , સાબર , હરણ ,નીલ ગાય , એક ઘણો દુર ઝાડીમાં સાવજ અને એક થોડો નજીકથી સરસ રીતે સાવજ જોવામાં સફળતા સાથે ૩ કલાકની સેન્ચ્યુરીની સફર પૂરી થઈ .બહાર આવ્યા એટલે ગાઈડે માંગ્યા ૫૦૦ રૂ , તેના થાય કાયદેસરના ૫૦ રૂ અને સાવજ માટેના ૧૦૦રૂ = ૧૫૦રૂ  . હવે તેનો વારો હતો રાતના બે વાગ્યાથી લુંટ ચાલતી હતી તેનો અંત લાવવાનો અને શરુ કરી અમદાવાદવાળી , ઝગડો ઝામ્યો ને અંતે કાયદેસરના ૫૦ રૂ ચૂકવી તેને અમદાવાદી ની પાકી ઓળખાણ આપી .સસ્તામાં લુંટાઈ સાસણ ગીરમાં બાપુ સાવજ જોવાની આખરે મજા લીધી .

અહીં આપ પણ પૈસાના અને શક્તિના જોરે સાવજ જોઈ શકો છો , આમ ના કરી શકાય તો દેવળિયા , સક્કરબાગ કે કાંકરિયાના કે ડિસ્કવરી ચેનલ પર સિંહ તો જોઈ જ શકાય .

ગીરના કેટલાક યાદગાર ફોટો


Advertisements

18 thoughts on “ગીરમાં લુંટ…………

 1. અરે ભાઇ આટલી બધી લૂંટ???
  નવાઇ લાગી જાણીને…Thanks for Sharing…
  જોકે આ વાક્ય જોરદાર છે…
  હવે અમદાવાદી દિમાગ દોડાયું અને પાછળ વાળાને તૈયાર કર્યા અને ચાલુ કર્યો બખેડો 🙂 🙂 🙂

  1. સોહમભાઈ ત્યાં સિંહ સદન બહાર કાર માત્ર ઉભી રાખવાના ( પાર્કિંગના નહી ) પણ ગેરકાદેસર ૨૦ રૂ અને પાણીના બોટલના ૩૦ રૂ . બોલો અહીં પણ લુંટ .દરેક પળે લુંટ .

 2. ગુજરાતના મુખ્યમંત્રીનું સ્વપ્ન ખુબજ ઉચુચે પરંતુ તેને પંક્ચર વાળા વિલ ની ગાડી ચલાવવાની છે…મરાઠા રાજમાં ..પગારે..નગારે…તગારે ..એવી કહેવત હતી …અહીતો બધુજ સાથે હોય તેવું લાગેછે…૬૩ વર્ષની આઝાદી પછી તમારો ખાદ્ય પદાર્થ ..પાણી..હવા શુદ્ધ હોવાની ગેરેંટી નથી ..સલામતીની ખાત્રી નથી ..હા..આપણો ૯ ટકાને વટાવી જવાનો ..આપણે મહાસતા બની જવાના ..બોલો મેરા ભારત મહાન ..ના બોલ્યા તો …??????

  1. પહેલા ગીરમાં પ્રવાસી ઓછા આવતા હતા પણ અમિતાભ બચ્ચન અને માનનીય મુખ્યમંત્રી ના અથાગ પ્રયત્નોથી દેશ તેમજ વિદેશના પણ પ્રવાસી ગીર તરફ ખેંચાઈ આવતા ત્યાંના સ્થાનિક લોકો આ તક ટુંકા સમય માટેની હોય તેમ માની લોકો લુંટ ચલાવે છે . જે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મોટું નુકશાન કરશે .

 3. તમારી વાત સાથે હું ૧૦૦ % સહમત છું રુપેનભાઇ…. આજ ટોપિક પર હું પણ એક પોસ્ટ લખવાનું વિચારી રહ્યો હતો
  દિવાળી ના થોડા દિવસો પછી અમે પણ ત્યાં ગયા હતા… મેં તો પેલે થી જ મારા કાકા ને કીધું હતું કે હમણા હમણા અમિતાભ બચ્ચને ગુજરાત ના પ્રમોશન માટે જાહેરાતો કરી છે તો ત્યાં થોડી ભીડ હશે… છતાં કાકા ના માન્યા તો પછી અમે સાસણ ગયા અને ત્યાં તમને થયો છે તેવો અનુભવ થયો…. ટોટલ કેટલા રૂપિયા થશે તેનો અંદાજ મારી છેલ્લે કાકા એ કીધું કે અહી ૨૦૦૦-૨૫૦૦ ખર્ચ્યા પછી સિહ જોવા મળે કે ના મળે તેની કોઈ ગેરેંટી તો અપાતા નથી.. તેના કરતા ૨૫૦૦ નું પેટ્રોલ ભરવી સોમનાથ અને દીવ ફરતા આવીએ તો? અને અમે જંગલ ના રાજા સિહ ની મુલાકાત લેવાનું માંડી વાળ્યું…

  હવે ફરી ક્યારેક….બીજું શું… 😦

 4. રુપેનભાઇ, સાચી વાત છે ટૂંકાગાળાની તક સમજીને અને તહેવારોના દિવસોમાં જ વધુ પ્રવાસી આવે ત્યારે સ્થાનિક લોકો લાંબાગાળાની વિચારણા નથી કરતાં અને પ્રવાસીઓને લૂંટે છે. આવું જ અમારે એક વાર નળ સરોવરમાં થયેલું બોટિંગ માટે પહેલાં ભાવ નક્કી કર્યો ૨૦૦ રૂપિયા અને બોટ સરોવરમાં અડધે પહોંચી એટલે ૪૦૦ રૂપિયા માંગવા માંડ્યો એને એમ કે હવે એકવાર પાણીમાં આવ્યા પછી બાળકો સાથે શું કરી લેવાના છે? ઊતરી તો નહીં જ જાયે ને? પણ અમે પણ એમ કહ્યું કે ઉતારી મૂક અમને બધાને તરતાં આવડે છે. અમે તરીને કિનારે જતા રહીશું. અને આમેય પાણી તો ત્રણ જ ફૂટ છે. ત્યારે એને લાગ્યું કે અહિં એની લૂંટ નહી ચાલે ત્યારે જેટલા નક્કી કરેલા એટલામાં જ પત્યું. હવે ડિસે. મહિનામાં ત્યાં પણ લૂંટ ચાલશે આવી સ્થાનિક લોકોની. મુખ્યમંત્રી કે અમિતાભ બચ્ચનજી ગમે તેટલા પ્રયાસ કરે પણ સાચી વાત છે એમણે પંકચરવાળી ગાડી ચલાવવાની છે.

  1. મીતાબેન માત્ર ગીરમાં નહી પણ આવું કંઇક બેટ દ્વારકા માં પણ છે . ત્યાં બોટમાં ૫ રૂ સરકારે નક્કી કર્યા છે પણ ત્યાં ૮ રૂ લઇ લુંટ ચલાવાય છે . આપણે કદાચ આનાથી ફર્ક ના પડે પણ સામાન્ય પ્રવાસી અને મોટી ટુર વાળાને જરુર ફર્ક પડે . સરકારે જેટલી બેઠક હોય તેટલાજ સ્ટીમરમાં સફર કરી શકે તેવું નક્કી કર્યું છે , પણ ત્યાં તો ઉભા રહેવાની જગ્યા પણ બાકી રાખતા નથી . કન્યાકુમારી માં વિવેકાનંદ મેમોરીયલ ની મુલાકાત વખતે સ્ટીમરમાં ફરજીયાત લાઈફ જાકીટ પહેરવું ફરજીયાત છે , ત્યારે અહી તો બધું કાળિયા ઠાકર દ્વારકાધીશ ના ભરોશે .

 5. રૂપેનભાઈ,હું પણ બરોબર દિવાળીના દિવસે જ ગીરમાં ગયો હતો.પણ આવો અનુભવ કઈ થયો ન’હતો.ત્યાંરે કઈ ટ્રાફિક પણ ન હતું.તેથી જીપ્સીવાળા તથા ગાઈડ આપનાર બન્ને થઈને ૬૦૦ રૂપિયામાં અને પરમીટના અગલથી એમ કુલ ૮૦૦ રૂપિયામાં ત્રણ કલાક ફર્યા હતા.પ્રાઈવેટ વાહન હોય તો ગીરમાં સફારીની વધૂ મજા આવી શકે તેમ છે.ઉનાથી તુલસીશ્યામ જતી વખતે સિંહની સારી વસ્તી નજરે પડે છે.સાસણ ગીરમાં કેમ્પ યોજાઈ છે તેમાં ભાગ લેવાની મજા કઈક અલગ છે.હું પ્રયાસ તરફથી એક વખત કેમ્પમાં ગયો હતો.ખરેખર અદ્‍ભુત અનુભવ રહ્યો હતો.રતન મહાલ ઉદ્યાનમાં હું ઘણી વખત જતો હોવ છું,પણ ત્યાં હજી સુધી લૂટારુ અનુભવ રહ્યો નથી.

  1. રાજનીભાઈ તમે નસીબદાર છો અને તમે કહો છો તેમ તમે ગયા હતા ત્યારે ટ્રાફિક ન હતો માટે તમે વ્યાજબી કીમત ચૂકવી .પણ અમે ગયા ત્યારે પ્રવાસી ની સંખ્યા ૧૫૦૦ જેટલી હતી . જયારે ત્યાંના રિસોર્ટમાં ટેરીફ ૯૦૦૦ રૂ સુધી પહોંચી ગયો હતો .

 6. આ પંચર વાળી ગાડી ચલાવતા ટાયર સાવ ફૂટી નાં જાય ???પછી કશું હાથ નહિ આવે.એક તો તમે થોડી હિંમ્મત કરી બખેડો કર્યો.બાકી આટલા બધા મુસાફરો એક સાથે એકજુટ થઈને બોલે તો ગમે તેવાની ફાટી જાય.પણ એ હિંમત ક્યાંથી લાવવી??લુંટ ચલાવવામાં પાપ ક્યા લાગે છે?અપ્રમાણિકતા,કામચોરી ગંદકી એ ભારતના બહુ મોટા દુષણ છે.આપે લેખ મુક્યો તે સારું કર્યું.લોકોને શીખવા અને જાણવા મળશે.આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s