૮૩ – વિષયરૂપી વિકટ માર્ગે જનાર મલિન બુદ્ધિવાળા માણસને ડગલે ડગલે મૃત્યુ સામે જ આવતું રહે છે , એમ તારે સમજવું ; અને આ પણ સત્ય જ માનજે કે હિતેચ્છુ, સજ્જન અથવા ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલનાર માણસે પોતાની યુક્તિથી મોક્ષરૂપી ફળની સિદ્ધિ સારી રીતે થાય છે .

૮૪ – જો તને મોક્ષની ઇચ્છા છે , તો વિષયને ઝેરની પેઠે અતિ દૂરથી જ છોડી દે ; અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા, શમ, દમનું અમૃતની પેઠે નિત્ય આદરથી સેવન કરો .

૮૫ – અનાદિથી અજ્ઞાનથી ઉપજેલા બંધનમાંથી છુટવાનું કામ પ્રતિક્ષણ કરવાનું છે ; તેને છોડી જે મનુષ્ય કેવળ પરાયા આ દેહનું જ પોષણ કરવામાં લાગ્યો રહે છે, તે એ દેહ વડે પોતાનો જ નાશ કરે છે .

૮૬ – જે માણસ દેહના જ પોષની ઈચ્છાવાળો હોય, છતાં આત્મતત્વને સમજવા ઈચ્છે, તે નદીમાં રહેલાં ઝૂડને લાકડું સમજીને તેને પકડીને નદી તરવા જાય છે .

૮૭ – શરીર વગેરે પદાર્થો ઉપર મોહ રાખવો , એ મુમુક્ષુનું મોટું મરણ છે ; જેણે મોહને જીત્યો હોય , તે જ મોક્ષ પદને યોગ્ય છે .


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s