ભારતના અર્વાચીન ઇતિહાસકારોમાં સર રમેશચન્દ્ર દત્તનું નામ પ્રખ્યાત છે . તેઓએ અનેક ગ્રંથો રચ્યા હતા .

એક વખત તેઓ મહર્ષિ અરવિંદને મળવા ગયા . શ્રી અરવિંદ પાસે તેમણે માંગણી કરી કે , તેઓ પાસે પોતાના લખેલા કોઈ ગ્રંથ હોય તો તેની પ્રત બતાવે . શ્રી અરવિંદ પાસેથી તેમણે રામાયણ અને મહાભારતના અનુવાદની પ્રતો મેળવી . આ અનુવાદો તેમને એટલા બધા ગમ્યા કે તુરંત તેમણે શ્રી અરવિંદ પાસે જઈને કહ્યું કે આ અનુવાદો તો અવશ્ય છપાવવા જોઈએ . મેં પણ રામાયણ – મહાભારત અનુવાદ ( બંગાળીમાં ) કર્યા છે પણ આપના અનુવાદ જોયા પછી મને મારી કૃતિઓ જોઈને શરમ આવે છે .

શ્રી અરવિંદ કહે, ‘ મહાનુભાવ ! આ અનુવાદ મેં કાંઈ છપાવવા માટે તૈયાર નથી કર્યા , મારી સ્વાધ્યાય – સાધના અંગરૂપે કર્યા છે . વળી આવી અનેક કૃતિઓ છે અને મારા જીવનકાળ દરમ્યાન તે બધી પ્રસિદ્ધ પણ થઈ શકવાની નથી . તેમ કરવાની મારી ખાસ ઈચ્છા પણ નથી .’

શ્રી અરવિંદની વાત સાંભળી , કીર્તિ પ્રત્યેની તેમની ઉદાસીનતા જોઈ સર રમેશચંદ્ર દત્ત આશ્ચર્યસહિત નમી પડ્યા .

 

(શ્રીમદ રાજચંદ્ર – ચારિત્ર્ય -સુવાસ  )

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s