શ્રી પંચદશી જ્ઞાન

સામાન્ય

માસાબ્દયુગકલ્પેષુ ગતાગામિષ્વનેકધા|

નોદેતિ નાસ્તમેત્યેકા સંવિદેષા સ્વયંપ્રભા || ૭ ||

જેવી રીતે દિવસોના ફેરફારથી તે તે દિવસોના જ્ઞાનમાં ફેરફાર થતો નથી , પણ તેનો અભેદ જ રહે છે , તેવી રીતે અનેક રીતે ગયેલા અને હવે પછી આવવાના ચૈત્રાદિ માસ , પ્રભવાદિ વર્ષ , કૃતાદિ યુગ અને પદ્માદિ કલ્પમાં જે જ્ઞાન થયું હતું , ને થશે તેનો પણ અભેદ જ છે . જેથી જ્ઞાન એક જ છે તેથી તે ઉદય પામતું નથી , અને નાશ પણ પામતું નથી . આ જ્ઞાન સ્વયંપ્રકાશ છે .

ઈયમાત્મા પરાનંદ: પરપ્રેમાસ્પદં યત:|

મા ન ભૂવં હિ ભૂયાસમિતિ પ્રેમાત્મનીક્ષ્યતે || ૮ ||

આ નિત્યજ્ઞાન આત્મસ્વરૂપ છે . જેથી આ જ્ઞાન સ્વરૂપ આત્મા પરમપ્રેમનું સ્થાન છે તેથી તે પરમાનંદરૂપ છે , કેમકે આત્મામાં હું ન હોઉં એમ નહિ ,પરંતુ હું સર્વદા હોઉજ એમ સર્વનો પ્રેમ જોવામાં આવે છે .

તત્પ્રેમાત્માર્થમન્યત્ર નૈવમન્યાર્થમાત્મનિ |

અતસ્તત્પરમં તેન પરમાનંદતાત્મનઃ || ૯ ||

પુત્ર , સ્ત્રી અને દ્રવ્યાદિ અન્ય પ્રાણીપદાર્થો પર મનુષ્યોનો જે પ્રેમ પ્રતીત થાય છે તે પ્રેમ આત્માને માટેજ છે , પણ તે તે પ્રાણીપદાર્થને માટે નથી , અને આત્મામાં જે પ્રેમ પ્રતીત થાય છે તે બીજા કોઈ પ્રાણી પદાર્થને માટે નથી થતો , પણ આત્માને માટેજ થાય છે . આ કારણથી તે પ્રેમ શ્રેષ્ઠ છે. તે વડે આત્માનું પરમાનંદપણું સિદ્ધ થાય છે .


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s