ક્ષમાનો પ્રભાવ – બોધકથા

Standard

મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીને કિનારે પૈઠણ નામનું એક પ્રસિદ્ધ તીર્થ છે . એકનાથજી નામના મોટા સંત ત્યાં નિવાસ કરતા હતા .

તે નગરમાં , નદીએ નાહવા જવા માટેના રસ્તા ઉપર એક ધર્મશાળા હતી . તેમાં એક ખાઈબદેલ પઠાણ રહે . આવતા જતા યાત્રાળુઓને હેરાન કરવામાં જ પોતાની મોટાઈ માનતો .

મહાત્મા એકનાથજીને હેરાન કરવાનો તેણે નિર્ણય કર્યો અને નદીમાં સ્નાન કરીને જયારે મહાત્મા પાછા ફરતા હતા ત્યારે તેમના ઉપર કોગળો કર્યો . મહાત્મા પાછા જઈ ફરીથી સ્નાન કરી આવ્યા , તો ફરીથી તેણે કોગળો કર્યો . આ પ્રમાણે ઘણીવાર થયું તોપણ એકનાથજી ન તો ગુસ્સે થયા કે ન તો પ્રતિકાર કર્યો .આખરે પેલો પઠાણ પીગળી ગયો અને મહાત્માને પગે પડીને કહે , ‘ મહારાજ ! તમે જ ખુદાના સાચા બંદા છો , મને માફ કરી દો . ‘

એકનાથજી કહે , ‘ ભાઈ, એમાં માફ કરવા જેવું કશું નથી . તારે લીધે આજે મને ગોદાવરીમાં અનેક વાર સ્નાન કરવાનો લાભ મળ્યો .’

પેલો પઠાણ તો સ્તબ્ધ થઈ ગયો અને તેનું આખું જીવન બદલાઈ ગયું . હવે તે આવતા જતા મુસાફરોને અને યાત્રાળુઓને દેરક રીતે મદદરૂપ થવા લાગ્યો .

(શ્રીમદ રાજચંદ્ર – ચારિત્ર્ય -સુવાસ  )

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો


About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

4 responses »

  1. બહુ સરસ વાત છે. કહ્યું છે કે દુર્જનો એમનો સ્વભાવ નથી છોડતા તો સજ્જનો પણ એમનો સ્વભાવ શા માટે છોડે? અને અંતે તો સજ્જનો ની સજ્જનતા નો “પ્રભાવ” પડ્યા વગર રહેતો જ નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s