તથા સ્વપ્નેડત્ર વેધ્મ તુ ન સ્થિરં જાગરે સ્થિરમ્ |

તમ્દેદોડતસ્તયો: સંવિદેકરુપા ન ભિધતે || ૪ ||

એજ પ્રમાણે સ્વપ્ન્નાવસ્થામાં પણ વિષયો પરસ્પર ભિન્ન છે , પણ તેમનું જ્ઞાન એકજ છે . જાગ્રદવસ્થામાં વિષયો સ્થિર જેવા જણાય છે , પણ સ્વપ્ન્નાવસ્થામાં પ્રતીત થતા વિષયો સ્થિર જણાતા નથી . આ કારણથી સ્વપ્નાવસ્થાને ને જાગ્રદવસ્થાનો ભેદ છે , તોપણ તે બંને અવસ્થામાં એકરૂપે રહેલું જ્ઞાન ભિન્ન નથી , અર્થાત બંને અવસ્થામાં રહેલો જ્ઞાનસ્વભાવ એક છે . ૪

 

સુપ્તોતિથતસ્ય સૌષુપ્તતમોબોધો ભવેત્સ્મૃતિ: |

સા ચાવબુદ્ધ વિષયાડવબુદ્ધમ્  તત્તદા તમઃ || ૫ ||

 

સુષુપ્તિમાંથી જાગ્રત થયેલા મનુષ્યને સુષુપ્તિના અજ્ઞાનનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સ્મૃતિરૂપ છે , અને તે સ્મૃતિ પૂર્વે અનુભવ કરેલા વિષયના સંબંધવાળા હોય છે તે કારણથી સુષુપ્તિ અવસ્થામાં તે અજ્ઞાન તે અવસ્થાના અભિમાની જીવના અનુભવમાં આવેલું હતું એમ જણાય છે .


સ બોધો વિષયાભિન્નો ન બોધાત્સ્વપ્નબોધવત્ |

એવં સ્થાનત્રયેડપ્યેકા સંવિત્તદ્રદીનાંતરે || ૬ ||

 

સુષુપ્તિ અવસ્થામાંના અજ્ઞાનના અનુભવરૂપ જ્ઞાન અજ્ઞાનરૂપ વિષયથી પૃથક છે , પણ સ્વપ્નનું જ્ઞાન જેમ જાગ્રતના જ્ઞાનથી ભિન્ન નથીં તેમ સુષુપ્તિનું જ્ઞાન તે બંને અવસ્થાના જ્ઞાનથી ભિન્ન નથી , કિન્તુ એક જ છે . જેવી રીતે એક જ દિવસમાં થનારી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ છે, ભિન્ન નથી, તેવી રીતે બીજા દિવસમાં પણ જાગ્ર્દી ત્રણે અવસ્થાના વિષયો જુદા જુદા છતાં પણ તે તે વિષયોનું જ્ઞાન એક જ છે , ભિન્ન ભિન્ન નથી .


 

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s