આઠમો અધ્યાય
૬ – તેલ લગાવ્યા પછી , ચિતાનો ધુમાડો લાગ્યા પછી , સ્ત્રી સાથે સંભોગ કર્યા પછી અને વાળ કપાવ્યા પછી જ્યાં સુધી મનુષ્ય સ્નાન ન કરે ત્યાં સુધી તે ચંડાલ ગણાય છે .
૭ – કબજીયાતમાં પાણી ઔષધ છે . નબળાઈમાં પાણી બળ આપે છે . ભોજન સમયે પાણી અમૃત છે અને ભોજન પછી પાણી ઝેર સમાન છે .
૮ – જે જ્ઞાન નો ઉપયોગ ના થાય તે નષ્ટથાય છે . અજ્ઞાનથી મનુષ્યનો નાશ થાય છે . સેનાપતિ વિનાની સેના અને પતિ વિનાની સ્ત્રીનો નાશ થાય છે .
૯ – વૃધ્ધાવસ્થામાં ત્રણ બાબતો મૃત્યુ બરાબર છે . પત્નીનું મોત , સંપત્તિ ભાઈઓના પાસે જતી રહે અને ભોજન માટે પરાધીન .
૧૦ – જેમ અગ્નિહોત્ર જેવા કાર્ય વિના વેદોનો અભ્યાસ વ્યર્થ છે અને દાન વગર યજ્ઞ શુભ થતા નથી . તે રીતે શ્રધ્ધા અને ભક્તિ વગર કોઈ કાર્યમાં સફળતા નથી મળતી .