નવરાત્રવિધિ – શ્રીમદ દેવી ભાગવત . અધ્યાય ૨૬ મો . પાના નંબર – ૧૫૪ થી ૧૫૬

जनमेजय उवाच

नवरात्रे तु संप्राप्ते किं कर्तव्यम द्रिजोत्तम |
विधानं विधिवद ब्रूहि शरत्काले विशेषत: ||

જનમેજયે પૂછ્યું : હે બ્રાહ્મણોમાં ઉત્તમ ! નવરાત્ર આવે ત્યારે કયું કર્તવ્ય વિધિ પ્રમાણે કરવું જોઈએ ? અને શરદઋતુના સમયે નવરાત્ર આવે, ત્યારે ખાસ શું કરવું જોઈએ , તે કહો .હે બુદ્ધિમાન શ્રેષ્ઠ બ્રાહ્મણ ! નવરાત્રનું શું ફળ મળે છે અને તેમાં કઈ વિધિ કરવી જોઈએ,  એ કૃપા કરી તમે વિસ્તારથી કહો .

વ્યાસે કહ્યું : હે રાજન ! નવરાત્રનુ શુભ વ્રત હું કહું છું , સાંભળો. શરદઋતુના સમયે તથા વસંતઋતુમાં તે વ્રત ખાસ વિધિપૂર્વક તથા પ્રેમપૂર્વક અવશ્ય કરવું જોઈએ ; કેમ કે શરદ અને વસંત એ બન્ને ઋતુઓ સર્વલોકમાં ‘ યમની દાઢ ‘ નામે કહેવાય છે ; કેમ કે આ લોકમાં તે બન્ને ઋતુઓ પ્રાણીઓએ વિતાવવી કઠીન ગણાય છે : માટે સર્વકાળે શુભ ઇચ્છતા મનુષ્યે કાળજીથી આ નવરાત્ર વ્રત કરવું જોઈએ . વસંત ને શરદ એ બન્ને ઋતુઓ મનુષ્યને લગભગ મહા ઘોર રોગ કરનારી તથા નાશકારક થાય છે : માટે હે રાજા !સમજુ મનુષ્યોએ ચૈત્ર ને આશ્વિન એ શુભ માસોમાં ભક્તિપૂર્વક ચંડિકાનું પૂજન કરવું . અમાવાસ્યાના દિવસે શુભ સામગ્રી મેળવી તૈયાર કરી રાખવી અને તે દિવસે એક વાર સાદું અને હલકું અનાજ જમવું . શુભ સ્થળે સ્તંભો અને ધજાવાળો સોળ હાથ માપનો મંડપ કરવો . ધોળી માટીને છાણ વડે લીપણ કરવું અને પછી તે મંડપની વચ્ચે સરખી સ્થિર વેદિકા કરવી . તે વેદિકા ચાર હાથ પહોળી ને એક હાથ ઊંચી જોઈએ : પીઠને માટે ત્યાં ઉત્તમ સ્થાન કરવું અને ભાતભાતના તોરણો બાંધવા.રાત્રે દેવીનું તત્વ જાણનારા, વેદવેદાંગના પારંગત ત્રણ , પાંચ કે નવ બ્રાહ્મણ જોડે દેવીના પાઠ કરવા . વેદમંત્રથી સ્વસ્તિવાચન કરવું . વેદિકા પર રેશમી વસ્ત્ર સહીત સિહાસન સ્થાપી તેના પર ચાર હાથવાળા, આયુધો સહિત, રત્નોના આભૂષણવાળા, મોતીના હારથી શોભતાં, દિવ્ય વસ્ત્રો ધારણ કરતા, સર્વ લક્ષણ વાળા , શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરતાં ને સિંહ પર બેઠેલાં શિવાદેવીને સ્થાપવા .મંત્ર પૂર્વક વિધિ પ્રમાણે પૂજા કરવી . ચંદન, કપૂર, સુગંધી પુષ્પો, ધૂપ, દીપક વડે વિધિથી પૂજન કરવું .હોમ માટે શાસ્ત્રોક્ત માપ પ્રમાણે ત્રણ ખૂણોવાળો કુંડ કરવો .

દરરોજ એક કન્યાને પૂજવી . બે વર્ષની કન્યાને કુમારિકા, ત્રણ વર્ષની કન્યાને ત્રીમુર્ત, ચાર વર્ષની કન્યાને કલ્યાણી, પાંચ વર્ષની કન્યાને રોહિણી, છ વર્ષનીં કન્યાને કાલિકા, સાત વર્ષની કન્યાને ચંડિકા, આંઠ વર્ષની કન્યાને શાંભવી, નવ વર્ષની કન્યાને દુર્ગા, ને દશ વર્ષની કન્યાને સુભદ્રા કહેવાય છે . એ ઉપરની ઉમરની કન્યાની પૂજા ના થાય .

કુમારિકાના પૂજનથી દુઃખ અને શત્રુનો નાશ થાય છે . ત્રિમૂર્તિના પૂજનથી આયુષ, ધર્મ, અર્થ ને કામ એ ત્રિવર્ગનુ ફળ , ધનધાન્યની પ્રાપ્તિ અને પુત્રપૌત્રાદિની વૃદ્ધિ થાય છે. વિદ્યા , વિજય, રાજ્ય ઇચ્છતા રાજાએ અને સુખ ઇચ્છનારે સર્વ કામનાઓ આપનારી કલ્યાણીને હમેશાં પૂજવી.


શ્રીમદ દેવી ભાગવતમાં ખુબજ ઊંડાણથી અને સચોટ માહિતી આપી છે તેમાંથી અહિયા ટૂંકાણમાં આપવાનો પ્રયાસ કર્યો છે . જેઓને વધુ જાણકારી જાણવી હોય તેઓએ શ્રીમદ દેવી ભાગવત અધ્યાય ૨૬ મો . પાના નંબર – ૧૫૪ થી ૧૫૬ પરથી મળી શકશે .

https://i1.wp.com/vallejohindutemple.com/05mata_durga.gif_320_320_256_9223372036854775000_0_1_0.gif

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s