રેતીમાં લખાણ

Standard

એક વખત બે દોસ્તો રણના રસ્તે ચાલ્યા જતા હતા . વાતમાંથી કંઈક એવી વાત નીકળી કે બંન્ને મિત્રો દલીલબાજી પર ઊતરી આવ્યા . થોડી જ વારમાં ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડી લીધું . આવેશમાં ને આવેશમાં એક મિત્રે બીજાના ગાલ પર એક તમાચો ઝીંકી દીધો . પેલાને ખૂબ જ લાગી આવ્યું . એ કંઈ બોલ્યો નહીં , પણ બાજુના રેતીના ઢુવા પર એણે મોટા અક્ષરે લખ્યું કે : ‘ આજે મારા સૌથી સારા ભાઈબંધે મને તમાચો માર્યો છે અને મારી લાગણીને ઠેસ પહોંચાડી છે . ‘ ત્યાર પછી બંન્ને મૂંગા મૂંગા ચાલતા રહ્યા . રણ પૂરું થઈ ગયું ત્યાં બપોરનો સમય થઈ ગયો . બંન્ને એક નાનકડું સરોવર જોયું . તડકાથી ત્રાસેલા બંન્ને સરોવરમાં નાહવા પડ્યા . જેના ગાલે તમાચો પડ્યો હતો એ મિત્રનો પગ અચાનક સરોવરના તળીયે આવેલ કાદવમાં અને વેલાઓમાં ફસાઈ ગયો . એ ડૂબવા માંડ્યો . જેણે એને થોડી વાર પહેલાં જ લાફો મારેલ મિત્રે પોતાની જીન્દગીના જોખમે ડૂબતા મિત્રને બચાવ્યો . થોડી વારે એ ભાનમાં આવ્યો . બેઠા થઈ કંઈ પણ બોલ્યા વિના એણે પોતાની થેલીમાંથી હથોડી અને ટાંકણું કાઢ્યું અને એક વિશાળ પથ્થરની શિલા પર લખ્યું કે , ‘ આજે મારા સૌથી સારા ભાઈબંધે મારી જીન્દગી બચાવી છે . ‘ પેલા મિત્રે આશ્ચર્ય સાથે પૂછ્યું ,” મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતી પર લખ્યું અને હવે તું પથ્થર પર લખે છે ? ” પેલો મિત્ર હસી પડ્યો . પછી બોલ્યો , ” જયારે કોઈ સ્નેહી , નજીકની વ્યક્તિ કે મિત્ર આપણને ઠેસ પહોંચાડે કે આપણી લાગણીને ધક્કો લાગે તેવું કૃત્ય કરે ત્યારે આપણે રેતી પર લખવું જોઈએ . જેથી કરીને ક્ષમાનો પવન એને ભૂંસી શકે . પણ એ જ લોકો આપણા માટે કોઈ પણ મોટું કે મદદનું કામ કરે ત્યારે આપણે એને યાદદાસ્તના પથ્થર પર કોતરીને હ્રદયના સિંહાસન પર સ્થાપવું જોઈએ , જેથી કોઈ પણ પવન તો શું , તોફાનો પણ એને ન મિટાવી શકે .”

(શ્રીમદ રાજચંદ્ર – જીવન સુધા )

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

6 responses »

  1. આત્મીય રુપેનભાઈ …ખરેખર આપણે કમ્પ્યુટર નેટમાં કંઇક હટકે મળવું જોઈએ ..જે તમારા તરફથી નિયમિત મળેછે …ખુબ ગમેછે …આભાર અને અભિનંદન …તમારી આ યાત્રાને સતત બળ મળે તે શુભકામના….

  2. સરસ, અસાધારણ, અદભૂત. જીવનમાં એક નવો પાઠ આજે શીખવા મળ્યો.

    (બસ માત્ર એક સૂચન કરું, લખાણ રંગીન – ખાસ કરીને ઓરેન્જમાં ન રાખશો કેમકે વાંચવામાં મુશ્કેલી પડે છે.)

    • અલ્કેશભાઈ મુલાકાત બદલ આભાર . વધુ પ્રતિભાવ આપશો . ઓરેન્જ કલર દુર કર્યો છે હવે આપ સરળતાથી વાંચી શકશો .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s