મિત્રો હમણાં એક જુનું પુરાણું અને જર્જરિત પુસ્તક ઈ. સ ૧૯૫૫ ની સાલમાં પ્રકાશિત થયેલું વાંચવા મળ્યું તેનું નામ છે શ્રી પંચદશી . આ પુસ્તકમાં પંદર (પંચદશ) પ્રકરણો હોવાથી આ ગ્રંથનું પંચદશી એવું નામ આપવામાં આવ્યું છે . આ ગ્રંથમાં પહેલાં છ પ્રકરણ શ્રીમદ્ વિદ્યારણ્યસ્વામી નાં રચેલા છે , અને બાકીનાં નવ તેઓશ્રીના પરમગુરુ શ્રીમદ ભારતીતીર્થ સ્વામીનાં રચેલાં છે. જિજ્ઞાસુ વાચકોને અદ્વૈત બ્રહ્મનો બોધ પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથ ઉપયોગી છે . ઉપનિષદો , ભગવતગીતા અને વેદાંતદર્શન નો અગત્યનો સાર આ ગ્રંથમાં આવી જાય છે .
જેમ જેમ વાંચતો જઈશ તેમ તેમ આપ સૌને તેના વિષેની જાણકારી બ્લોગ જ્ઞાનનું ઝરણુંમાં આપતો રહીશ . દર મહીને ઓછામાં ઓછુ એક પ્રકરણ વાંચવાનો અને ડ્રાફ્ટ કરી મિત્રો માટે બ્લોગ પર મૂકવાનો સંકલ્પ કર્યો છે અને સાથે સાથે ચાણક્યનીતિ , માંડુક્ય ઉપનિષદ અને વિવેક ચૂડામણિ પણ વાંચવાનું અને બ્લોગ જ્ઞાનનું ઝરણું પર મુકવાનું છે .

પ્રકરણ ( ૧ ) પ્રત્યક્તત્વવિવેક

ટીકાકારકૃત મંગલ


દોહરો


પ્રત્યક્તત્વવિવેકનો , પ્રીતે કરી વિચાર ;
તે સચ્ચિત્સુખતત્વને , પ્રીતે ઉરમાં ધાર . ૧


આરંભેલા ગ્રંથની નિર્વિધ્ને સમાપ્તિ થવા માટે અને તેનો અવિચિછન્ન સંપ્રદાય ચાલુ રહેવા માટે ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું એવો શિષ્ટ પુરુષોનો આચાર છે તેને અનુસરીને શ્રીમદ્ વિદ્યારણ્યસ્વામી મંગલાચરણ કરે છે .

|| મંગલાચરણમ્ ||

નમઃ શ્રીશંકરાનંદગુરુપાદાંબુજન્મને |
સવિલાસમહામોહગ્રાહગ્રાસૈકકર્મણે || ૧ ||

ભૌતિકો, ભૂતો, અસ્મિતા, રાગ, દ્વેષ, ને અભિનિવેશાદિસહિત , મૂલાવિદ્યારૂપ મગરનું ભક્ષણ કરવું (બાધ કરવો) એજ જેમનું પ્રધાનકર્મ છે એવા શ્રીશંકરાનંદ ગુરુના ચરણકમલને મારા પ્રણામ હો . ૧

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s