માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

વૈતથ્ય પ્રકરણ

{ જીવસુષ્ટિની કલ્પનાનું કારણ તેનું વિશેષ વિજ્ઞાન છે }

૧૬ – ( એ આત્મા ) પ્રથમ જીવની કલ્પના કરે છે , અને પછી તે જાતજાતના બાહ્ય તેમજ આધ્યાત્મિક પદાર્થો ને કલ્પે છે , એ ( જીવન ) જેવું વિજ્ઞાન તેવી ( એ જીવન ) તેની સ્મૃતિ રહે છે .

{ જ્ઞાન દીપકથી સત્ય નિશ્ચય થાય છે }

૧૭ – જેવી રીતે અંધારામાં અનિશ્ચિત રૂપે ભાસતા દોરડાના સાપ ઈત્યાદી પદાર્થો રૂપી વિકલ્પો ઉપસ્થિત થાય છે , તેવી રીતે આત્મા પણ વિક્લ્પાયો છે .

{ આત્મનિશ્ચયથી જીવત્વના વિકલ્પત્વનો બોધ }

૧૮ – જેવી રીતે ( આ દોરડી છે ,  એમ દોરડીનું સ્વરૂપ ) નિશ્ચિત થતાં દોરડીના વિકલ્પો જતા રહે છે અને  ‘ ફક્ત દોરડી જ ‘ એમ અદ્વૈત પ્રવર્તે છે , તેવી રીતે આત્મા પરત્વેના નિશ્ચય ના સંબંધમાં પણ બને છે .

{ પોતાની માયાથી જાણે કે પોતે જ મુગ્ધ થાય છે }

૧૯ – એ બધા પાર વગરના પ્રાણ ઈત્યાદી ભાવો પદાર્થો વડે વિક્લ્પાયો છે , એ બધા એ દેવની પોતપોતાની માયા છે કે જેના વડે એ પોતે જ મોહિત થયેલો છે .

{ જગતના મૂળ કારણની અટકળો }

૨૦ – પ્રાણને જ જાણનારા કહે છે કે ( જીવ સંસારનું મૂળ કારણ ) પ્રાણ જ છે , માત્ર ભૂતોને જાણનાર કહે છે કે એ ભૂતો જ સાચું કારણ છે , ગુણો ની ગણના કરનારા કહે છે ગુણો જ મૂળ તત્વ છે અને ( આત્મા , અવિદ્યા ,શિવ ) તત્વોને જ માનનારા કહે છે કે આ બધું એ તત્વોરૂપે જ છે .


Advertisements

One thought on “માણડૂકય ઉપનિષદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s