છઠ્ઠો અધ્યાય

૧૪ – સિંહ અને બગલામાંથી એક , ગધેડામાંથી ત્રણ , કુકડામાંથી ચાર , કાગળમાંથી પાંચ , કુતરામાંથી છ  ગુણ ગ્રહણ કરવા જોઈએ .

૧૫ – મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યની શરૂઆત કરે તેમાં તેમણે શરુથી અંત સુધી પૂરી શક્તિ લગાવી દેવી જોઈએ . આ ગુણ સિંહ પાસેથી ગ્રહણ કરવા જોઈએ .

૧૬ – બગલાની જેમ ઇન્દ્રિયો વશ કરી દેશ , કાળ , બળને જાણી વિદ્વાનો પોતાનું કાર્ય સફળતાપુર્વક પાર પડવું જોઈએ .

૧૭ – સમયસર જાગવું , યુદ્ધ માટે સદાય તૈયાર , પોતાના શત્રુઓને ભગાડી દેવા , ચોકસાઈ . કુકડામાંથી ગ્રહણ કરવું જોઈએ .

૧૮ – છુપાઈને મૈથુન , વર્ષો સુધી વસ્તુઓ સંઘરવી , સતત સાવધાન રહેવું , કોઈ પર સમ્પૂર્ણ વિશ્વાસ ન કરવો , મોટેથી બુમો પાડી બધાને ભેગા કરવા . આ ગુનો કાગડામાંથી ગ્રહણ કરવા જોઈએ .

૧૯ – જયારે ભોજન મળે ત્યારે પેટ ભરી જમવું , ભોજન ન મળે ત્યારે થોડા ભોજનમાંથી સંતોષ કરવો . સારી રીતે ઊંઘવું પણ થોડો સરવરાટ થાય તો જાગી જવું . માલિક પ્રત્યે વફાદાર રહેવું , લડવામાં ગભરાવવું નહિ . -આ ગુણો કુતરા પાસેથી ગ્રહણ કરવા જોઈએ .

૨૦ – ખુબ જ થાકેલા હોવા છતાં પોતાના માલિક નું સતત કામ કરવું , ટાઢ – તડકો , ગરમી – ઠંડીની ચિંતા કર્યા વગર સદાય જીવન જીવવું જોઈએ . આ ગુણ ગધેડા પાસેથી ગ્રહણ કરવું જોઈએ .

૨૧ – જે વ્યક્તિ આ વીસ ગુણો શીખી લે છે અને તેનું આચરણ કરે છે તે તમામ કાર્યોમાં સફળતા મેળવે છે . તેને કદી પરાજય નો સામનો થતો નથી .

Advertisements

10 thoughts on “ચાણક્ય નીતિ

  1. સરસ વાતો કહેવાઈ છે, આમતો ખૂલ્લા મનથી વિચાર કરીએ અને અને આપણો જ્ઞાન સંઘરવાનું પાત્ર ખાલી રાખીએ તો ભધી જગ્યાએથી કંઈકને કંઈક ગ્રહણ કરવા જેવું હોય છે. ભગવાન શ્રી દત્તાત્રેયની વાત જાણીતી છે.
    “સાજ” મેવાડા

  2. રૂપેનભાઈ,

    આપે જીવોમાંથી ગુણ ગ્રહણ કરવાની વાત કરી તે તો સારી છે. આજે એક મારો અનુભવ પણ અહીં શેર કરું – મને યાદ છે ત્યાં સુધી ઘણા વર્ષો પેહલાં (લગભગ-૩૦) આવી જ એક સુંદર વાત, એક ફકીરે, રાત્રે ૩.૦૦ વાગ્યે મને જણાવેલ કે, જ્ઞાન ગટરમાંથી પણ મળતું હોય તો લેવાય. જે વાત ત્યારે નોહતી સમજાઈ.

    અશોકકુમાર -‘દાદીમાની પોટલી’

    http://das.desais.net

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s