ચાણક્ય નીતિ


છઠ્ઠો અધ્યાય

૧૪ – સિંહ અને બગલામાંથી એક , ગધેડામાંથી ત્રણ , કુકડામાંથી ચાર , કાગળમાંથી પાંચ , કુતરામાંથી છ  ગુણ ગ્રહણ કરવા જોઈએ .

૧૫ – મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યની શરૂઆત કરે તેમાં તેમણે શરુથી અંત સુધી પૂરી શક્તિ લગાવી દેવી જોઈએ . આ ગુણ સિંહ પાસેથી ગ્રહણ કરવા જોઈએ .

૧૬ – બગલાની જેમ ઇન્દ્રિયો વશ કરી દેશ , કાળ , બળને જાણી વિદ્વાનો પોતાનું કાર્ય સફળતાપુર્વક પાર પડવું જોઈએ .

૧૭ – સમયસર જાગવું , યુદ્ધ માટે સદાય તૈયાર , પોતાના શત્રુઓને ભગાડી દેવા , ચોકસાઈ . કુકડામાંથી ગ્રહણ કરવું જોઈએ .

૧૮ – છુપાઈને મૈથુન , વર્ષો સુધી વસ્તુઓ સંઘરવી , સતત સાવધાન રહેવું , કોઈ પર સમ્પૂર્ણ વિશ્વાસ ન કરવો , મોટેથી બુમો પાડી બધાને ભેગા કરવા . આ ગુનો કાગડામાંથી ગ્રહણ કરવા જોઈએ .

૧૯ – જયારે ભોજન મળે ત્યારે પેટ ભરી જમવું , ભોજન ન મળે ત્યારે થોડા ભોજનમાંથી સંતોષ કરવો . સારી રીતે ઊંઘવું પણ થોડો સરવરાટ થાય તો જાગી જવું . માલિક પ્રત્યે વફાદાર રહેવું , લડવામાં ગભરાવવું નહિ . -આ ગુણો કુતરા પાસેથી ગ્રહણ કરવા જોઈએ .

૨૦ – ખુબ જ થાકેલા હોવા છતાં પોતાના માલિક નું સતત કામ કરવું , ટાઢ – તડકો , ગરમી – ઠંડીની ચિંતા કર્યા વગર સદાય જીવન જીવવું જોઈએ . આ ગુણ ગધેડા પાસેથી ગ્રહણ કરવું જોઈએ .

૨૧ – જે વ્યક્તિ આ વીસ ગુણો શીખી લે છે અને તેનું આચરણ કરે છે તે તમામ કાર્યોમાં સફળતા મેળવે છે . તેને કદી પરાજય નો સામનો થતો નથી .

Advertisements