ચાણક્ય નીતિ


છઠ્ઠો અધ્યાય

૧૧ – લોભીને ધન આપી , અભિમાનીને હાથ જોડી , મુરખને તેની ઈચ્છા મુજબ કામ કરી , વિદ્વાન ને યોગ્ય , ન્યાયી વાત જણાવી વશમાં કરવા જોઈએ .

૧૨ – ખરાબ રાજ્ય હોવા કરતા કોઈ પણ રાજ્ય ન હોય તે સારું . દુષ્ટ મિત્રો કરતા મિત્રો ના હોવા સારા , દુષ્ટ શિષ્યો કરતા એક પણ શિષ્ય ના હોય તે સારું તેવી જ રીતે દુષ્ટ પત્ની હોય તેના કરતા પત્ની ન હોય તે વધુ યોગ્ય ગણાય .

૧૩ – દુષ્ટ રાજાના શાસનમાં પ્રજા સુખ શાંતિથી કેવી રીતે રહી શકે , ગદાર મિત્રોના સંગમાં આનંદ કેમ મળે , દુષ્ટ પત્નીથી ઘરમાં સુખ કેમ મળે , મૂર્ખ શિષ્યને વિદ્યા આપવાથી ગુરુને યશ કેવી રીતે મળે .