ભક્તિ માર્ગે પગલાં ભરતાં કામ અને ક્રોધ એ બન્ને આંતરિક દુશ્મનના રૂપમાં આડા ઉભા જ હોય છે . મનુસ્મૃતિમાં જણાવ્યા મુજબ કામની પાછળ દસ દુર્ગુણો આવે છે . શિકારી વૃત્તિ , જુગાર , દિવસે નિદ્રા , પરહાંસીની કુટેવ , દુષિત સ્ત્રીઓનો સંગ , મદ્યપાન , પ્રણયી ચેષ્ટાવાળા ગાન , નૃત્ય , બિભીત્સ રાગ – રાગણીમાં આનંદપ્રમોદ , નિષ્પ્રયોજન ભટકવું .


ક્રોધ આંઠ પ્રકારના દુર્ગુણોને સાથે લઇ આવે છે . તમામ પ્રકારના દુર્ગુણો  ક્રોધમાંથી પેદા થાય છે . જો તમે ક્રોધનો મૂળમાંથી જ ત્યાગ કરો તો આ બધા  દુર્ગુણો આપોઆપ નાશ પામશે . આ આંઠ દુર્ગુણો ગણાય છે . અન્યાય , અવિચારીપણું , પરપીડનની વૃત્તિ , ઈર્ષા , પારકું પડાવી પાડવાની વૃત્તિ ,  કઠોર વાણી અને બેહદ ક્રુરતા

2 thoughts on “કામ અને ક્રોધના અનિષ્ટો

 1. શ્રીમદભગવદગીતા કહે છે:

  કામાદ ક્રોધોભિજાયતે, ક્રોધાદ સ્મૃતિવિભ્રમ.

  સ્મ્રુતિભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત વિનશ્યતિ.

  અર્થ:

  કામમાંથી ક્રોધ જન્મે છે. ક્રોધી માણસને સ્મૃતિભ્રમ થાય છે. સ્મૃતિભ્રમ થવાથી એની બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનો નાશ થવાથી એ માણસનો જ નાશ થઈ જાય છે.

  સમજુતિ:

  મેળવવાની ઈચ્છા(કામ) જન્મે, જે બીજાની ઈચ્છા સાથે અવશ્ય ટકરાય. એટલે ક્રોધ જન્મે. ‘હું માણસ છું.’ – એવી સ્મૃતિને ભુલીને માણસ પશુ જેવું વર્તન કરવા લાગે. વિવેકભાન ભુલી જવાય એટલે બુદ્ધિનો નાશ થયો કહેવાય. આથી વારંવાર ખોટા નિર્ણયો લઈને માણસ પોતાનો સર્વનાશ નોતરે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s