કામ અને ક્રોધના અનિષ્ટોભક્તિ માર્ગે પગલાં ભરતાં કામ અને ક્રોધ એ બન્ને આંતરિક દુશ્મનના રૂપમાં આડા ઉભા જ હોય છે . મનુસ્મૃતિમાં જણાવ્યા મુજબ કામની પાછળ દસ દુર્ગુણો આવે છે . શિકારી વૃત્તિ , જુગાર , દિવસે નિદ્રા , પરહાંસીની કુટેવ , દુષિત સ્ત્રીઓનો સંગ , મદ્યપાન , પ્રણયી ચેષ્ટાવાળા ગાન , નૃત્ય , બિભીત્સ રાગ – રાગણીમાં આનંદપ્રમોદ , નિષ્પ્રયોજન ભટકવું .


ક્રોધ આંઠ પ્રકારના દુર્ગુણોને સાથે લઇ આવે છે . તમામ પ્રકારના દુર્ગુણો  ક્રોધમાંથી પેદા થાય છે . જો તમે ક્રોધનો મૂળમાંથી જ ત્યાગ કરો તો આ બધા  દુર્ગુણો આપોઆપ નાશ પામશે . આ આંઠ દુર્ગુણો ગણાય છે . અન્યાય , અવિચારીપણું , પરપીડનની વૃત્તિ , ઈર્ષા , પારકું પડાવી પાડવાની વૃત્તિ ,  કઠોર વાણી અને બેહદ ક્રુરતા

Advertisements