ચાણક્યનીતિ


છઠ્ઠો અધ્યાય

૧ – વેદ અને શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ ધર્મની જાણકારી મળે છે. વિદ્વાનોની વાતો સાંભળવાથી કુવિચાર ત્યાગ કરવાની પ્રેરણા મળે છે અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાથી મનુષ્ય સંસારની માયાજાળમાંથી મુક્ત થાય છે.

૨ – પક્ષીઓમાં કાગડો , પશુઓમાં કુતરો , મુનિઓમાં પાપી મનુષ્યોમાં બીજાની નિંદા કરનારી વ્યક્તિ ચંડાળ સમાન છે.

૩ – કાંસાના વાસણને રાખથી અને તાંબાના વાંસણને ખટાસથી ઘસીને સાફ કરવાથી સાફ થાય છે . સ્ત્રી રજસ્વલા થયા પછી પવિત્ર ગણાય છે અને નદી પોતાના વેગ થી શુદ્ધ થાય છે.

૪ – પ્રજા વચ્ચે ભ્રમણ કરતો રાજા , બ્રામણ અને યોગી પૂજાય છે , પણ ઠેરઠેર ફરતી સ્ત્રીનો નાશ થાય છે.

૫ – બધું જ કિસ્મત અનુસાર પ્રાપ્ત થતું હોય છે . જેવું નસીબ તેવી બુદ્ધિ , તેવો વ્યવસાય અને તેવા મિત્રો .

Advertisements