માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

વૈતથ્ય પ્રકરણ

{ અજ્ઞાન નિદ્રામાંથી કયારે જગાય }

૧૬- અનાદી માયા વડે નિદ્રાધીન થયેલો જીવ જયારે સારી પેઠે જાગે છે ,ત્યારે તે અજન્મા, નિદ્રારહિત , સ્વપ્નરહિત અદ્વૈતનુ તેને ભાન થાય છે.

{ અજાતિવાદનું નિરૂપણ }

૧૭ – જો આ (સંસાર ) પ્રપંચ ખરેખર વિધમાન હોત , તો તેનું નિવારણ થાત જ ,એમાં કશો સંદેહ નથી, દ્વૈત ફક્ત માયા જ છે અને પરમાર્થમાં અદ્વૈત જ છે.

{ ઉપદેશ ઈત્યાદી પણ પારમાર્થિક નથી }

૧૮ – આ ( ગુરુશિષ્ય ) વિકલ્પની કલ્પનાં જો કોઈએ કરી હોત ,તો તેનું નિવારણ થાત ખરું , આ વાત તો  માત્ર ઉપદેશ અર્થે જ છે, ( આત્મ ) જ્ઞાન થતાં દ્વૈતની હયાતી જ ન રહે.

{ આત્માનો તથા માત્રાઓને અભેદ }

૧૯- વિશ્વનું અત્વ કહેવામાં, એટલેકે વિશ્વના માત્રાપણાનાં યથાર્થ જ્ઞાનનો નિશ્ચય કરવામાં , ઉદય વિશ્વ તથા અકારનું પોતપોતના ક્ષેત્રમાં પહેલાં હોવાપણું અને વ્યાપ્તિની સમાનતા પણ સાવ દેખીતાં છે.

૨૦- તૈજસનાં ઉ- પણાને જાણવામાં અર્થાત તેને જાણવો હોય તો ,ઉત્કર્ષ સ્ફુટ એટલેકે સ્પષ્ટ થાય છે , અને ઉભયત્વ પણ સ્ફુટ જ છે.

૨૧- પ્રાજ્ઞનાં મકારપણામાં મિતિ અને લય સામાન્ય છે.

{ સમગ્ર ત્રિમાત્રના જ્ઞાનનું ફળ }

૨૨- ણેય સ્થાનોમાં સરખાપણું અથવા તેમની સામ્યતાને જે જાણે છે તે મહામુનિ પ્રાણીમાત્રને પૂજય અને વંદનીય છે.

૨૩- અકાર વિશ્વમાં, ઉકાર તૈજસમાં અને વળી મકાર પ્રાજ્ઞમાં લઈ જાય છે, અને જે અમાત્ર છે ત્યાં કશે જવાપણું છે જ નહિ.

Advertisements

3 thoughts on “માણડૂકય ઉપનિષદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s