નોલેજ બેંક


 1. લોથલ સંસ્કૃતિની ની શોધ સૌ પ્રથમ ૧૯૫૪ માં થઇ હતી.
 2. રુદ્રમહાલય સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવાયો હતો.
 3. બીજા વિશ્વયુદ્ધના અંતે સયુંકત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઇ હતી.
 4. હડપ્પા સંસ્કૃતિના હથિયારો તાંબા અને કાંસાના બનાવેલા હતાં.
 5. આર્ય સમાજની સ્થાપના ૧૮૭૫માં થઇ હતી.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

આઝાદ ભારતના પાયાના ઘડવૈયા


 1. બદરુદ્દીન તૈયબજી
 2. એન. ગોપાલ સ્વામી
 3. આસફ અલી
 4. બીર સિંઘ
 5. જમનાલાલ બજાજ

ગુજરાતના મોબાઈલ ગ્રાહકો માટે ખુશખબર


ગુજરાતના મોબાઈલ ગ્રાહકો માટે એક ખુશ ખબર છે.હવે ગુજરાતમાં એક નવા મોબાઈલ સર્વિસ ઓપરેટર તેમની ધમાકેદાર સર્વિસ લઈને આવી રહ્યા છે.

ગુજરાતમાં મોબાઈલ ઓપરેટર માં પહેલાં

Vodafone India - Home | Prepaid | Postpaid | Callertunes | Calling Cards | Recharge online

Virgin Mobile

અને હવે આવી રહ્યા છે

uninor આ કંપની  Norwegian telecom major TELENOR અને ભારતની રીયલ એસ્ટેટ UNITECH બે કંપની નું જોઇન્ટવેન્ચર છે. આ કંપની આંધ્રપ્રદેશ , કેરલ, બિહાર,કર્નાટક ,ઓરિસ્સા ,તમિલનાડુ , ઉત્તર પ્રદેશ માં ધૂમ મચાવી હવે ગુજરાતમાં આવી રહ્યા છે.

સુવિચાર


 1. જેણે મન જીત્યું છે તેણે જગતને જીત્યું છે .
 2. જયારે આપણે કોઈ કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે શક્તિ એની મેળે જ આવી જાય છે.
 3. પોતાનામાં એટલે કે પોતાની શક્તિમાં શ્રદ્ધા એનું નામ જ ટેલેન્ટ
 4. સફળતાની કોઈપણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી હાથમાં આવતી નથી.
 5. બે ધર્મો વચ્ચે ક્યારેય ઝગડો થતો નથી , જે ઝગડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ અભ્યાસ ન કરોતો વિદ્યા ,વ્રતનો ત્યાગ કરવાથી બ્રામણત્વ , અસત્ય બોલવાથી વાણી, બુદ્ધિનો ઉપયોગ ન કરવાથી મગજ કટાઈ જાય છે.

વિદુરનીતિ મુજબ ઊંઘ્યા કરવાથી ઊંઘ ના જીતાય, વાસના ભોગવવાથી મન ,બળતણ નાખવાથી અગ્નિ, મદિરા પીવાથી વ્યસન ના જીતી શકાય.

વિદુરનીતિ મુજબ ઉદ્ધત માણસ ,દુઃખી માણસ, નાસ્તિક, આળસુ, ઇન્દ્રિયાધીન અને ઉત્સાહ વગરના માણસ પાસે લક્ષ્મીજી રહેતા નથી.