વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ

ધર્મની રક્ષા સત્યથી થાય,

અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય,

શરીરને બરાબર ચોળીને નાહવાથી રૂપનું રક્ષણ થાય,

સદવર્તનથી ફળનું રક્ષણ થાય છે,

કાયમ ધ્યાન રાખવાથી અનાજ નું રક્ષણ થાય છે.

સ્વામી વિવેકાનંદ 1. કલયુગમાં સત્યનિષ્ઠ રેહવું એ સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ.
 2. તમારો પ્રેમ એજ ઈશ્વરનો નૈવેધ છે.
 3. ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.
 4. પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે.
 5. સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ .
 6. જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.
 7. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

વીસમી સદીની યાદગાર ઘટના


ઇ.સ. ૧૯૨૧

 1. મોગોલિયા સ્વંતત્ર દેશ જાહેર થયો.
 2. ચીનનાં પ્રમુખ પદે ડૉ . સુન યાત સેન બન્યાં.
 3. ફ્રાંસમાં બીસીજીની પહેલી રસી બનાવી.
 4. ઇન્સ્યુલીન દવાની શોધ કરાઈ.
 5. કાશી વિદ્યાપીઠ ની સ્થાપના થઇ.
 6. આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને નોબેલ  પુરસ્કાર મળ્યો.

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ આ ચાર સાધનો અગ્નિહોત્ર , મૌન, શાસ્ત્રાઅભ્યાસ અને યજ્ઞ માં જો શુભ નિષ્ઠા હોય કે પોતાની અંગત સ્વાર્થની ઈચ્છા હોય તેનો વાંધો નહિ પણ કોઈની અહિત કરવા માટે કે દંભ રાખીને કરેલો યજ્ઞ સફળ થતો નથી અને અણધાર્યા વિધ્નો આવે જ છે.

“સુરસંકલ્પ તપ મહત કો, ગુરુકો વિનય સુહેત

અરૂ ચતુરથ પાપક્ષય, તુરંત મહાફલ દેત ”

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૫૬- વિવેકી પુરુષે વસ્તુનું સ્વરૂપ પોતાની મેળે જ પોતાના જ્ઞાનરૂપી નેત્રથી સમજવું જોઈએ . ચન્દ્રનું સ્વરૂપપોતાની જ આંખથી જાણી શકાય;બીજાઓથી શું તે જણાય ?

૫૭- અજ્ઞાન, વિષયની ઈચ્છા અને કર્મ વગેરેના બંધનને છોડવાને સો કરોડ કલ્પો સુધી પણ પોતાના સિવાય બીજો કોણ સમર્થ થઇ શકે ?

૫૮- યોગથી, સાંખ્યથી, કર્મથી કે વિદ્યાથી મોક્ષ થતો નથી, એ તો માત્ર બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાનથી જ થઇ શકે છે, બીજી કોઈ રીતે નહી.

૫૯- ૬૦ જેમ વીણાનું રૂપ, એની સુંદરતા અને એને બજાવવાની મનોહર રીત માણસને માત્ર ખુશ કરે છે , પણ એથી કંઈ સામ્રાજ્ય મળી શકે નહી; એમ વિદ્વાનોની ભાષાની ચતુરાઈ, શબ્દોની ઝડી, શાસ્ત્રોનાં વ્યાખ્યાનની કુશળતા અને વિદ્ધતા- એ બધું માત્ર ભોગ માટે છે. મોક્ષ માટે નથી.