શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૫૬- વિવેકી પુરુષે વસ્તુનું સ્વરૂપ પોતાની મેળે જ પોતાના જ્ઞાનરૂપી નેત્રથી સમજવું જોઈએ . ચન્દ્રનું સ્વરૂપપોતાની જ આંખથી જાણી શકાય;બીજાઓથી શું તે જણાય ?

૫૭- અજ્ઞાન, વિષયની ઈચ્છા અને કર્મ વગેરેના બંધનને છોડવાને સો કરોડ કલ્પો સુધી પણ પોતાના સિવાય બીજો કોણ સમર્થ થઇ શકે ?

૫૮- યોગથી, સાંખ્યથી, કર્મથી કે વિદ્યાથી મોક્ષ થતો નથી, એ તો માત્ર બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાનથી જ થઇ શકે છે, બીજી કોઈ રીતે નહી.

૫૯- ૬૦ જેમ વીણાનું રૂપ, એની સુંદરતા અને એને બજાવવાની મનોહર રીત માણસને માત્ર ખુશ કરે છે , પણ એથી કંઈ સામ્રાજ્ય મળી શકે નહી; એમ વિદ્વાનોની ભાષાની ચતુરાઈ, શબ્દોની ઝડી, શાસ્ત્રોનાં વ્યાખ્યાનની કુશળતા અને વિદ્ધતા- એ બધું માત્ર ભોગ માટે છે. મોક્ષ માટે નથી.