વીસમી સદીની યાદગાર ઘટના


ઇ.સ. ૧૯૨૦

  1. તુર્કીના નેતાં મુસ્તફા કમાલ બન્યાં.
  2. લોકમાન્ય ટીલક નુ અવસાન થયું.
  3. બેલ્જિયમમાં સાતમાં ઓલમ્પિક ની શરૂઆત થઇ.
  4. અમેરિકામાં દારૂના વેચાણ તેમજ ઉત્પાદન પર રોક મુકાઈ.
  5. ભારતમાં અસહકાર આંદોલન ની શરૂઆત થઇ.
  6. યહૂદીઓ અને આરબો વચ્ચે જેરુસલેમ માં તોફાનો થયા.
  7. અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ


૫૧- બંધન કયું છે, એ કેમ આવ્યું , એની સ્થિતિ કેવી છે, અને એમાંથી કેવી રીતે છુટી જવાય ? પાછુ અનાત્મા કોણ છે, પરમાત્મા કોણ, પોતાનો આત્મા કોણ, અને એ બંનેનું જ્ઞાન કેવી રીતે થાય, એ આપ કહો .’

૫૨- ગુરૂ : ‘તને ધન્ય છે. કરવાનાં બધાં કામ તું કરી ચુક્યો છે. તેં તારા કુળને પવિત્ર કર્યું છે ; કેમકે તું અજ્ઞાનરૂપ બંધનમાંથી છુટી બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે.

૫૩- પુત્રો વગેરે પિતાના ઋણ થી છુટકારો કરનારાં થઈ શકે ; પણ આ સંસારરૂપ બંધનમાંથી પોતાને છોડાવનાર પોતાથી બીજો કોઈ નથી.

૫૪- જેમ પોતાના માથા ઉપર ઉપડેલા ભારનું દુઃખ બીજા દૂર કરી શકે છે ; પણ ભૂખ વગેરે દુઃખ તો પોતાના સિવાય બીજું કોઈ દૂર કરી શકતું નથી.

૫૫- જે રોગી હોય તે જો પરેજી પાળે અને દવા લે, તો જ તે સાજો થાય; પણ બીજી કોઈ ક્રિયાથી તેની આરોગ્યસિદ્ધિ થતી નથી.