નોલેજ બેંક


  1. ભારતમાં લગભગ ૩,૦૦,૦૦૦ જેટલી મસ્જિદ છે , જે બીજા મુસ્લિમ દેશો કરતાં પણ વધારે છે.
  2. સુવર્ણ મંદિરની સ્થાપના ઇ.સ ૧૫૭૭ માં થઇ હતી.
  3. ચેસ રમતની શોધ ભારતમાં થઇ હતી.
  4. વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફીસ ભારતમાં આવેલી છે.
  5. સુર્યની પરિક્રમા કરવામાં પૃથ્વીને  ૩૬૫.૨૫૮૭૫૬૪૮૪ દિવસ નો સમય લાગે છે.

માણડૂકય ઉપનિષદ


માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

વૈતથ્ય પ્રકરણ

{ સ્વપ્નના પદાર્થો ખોટા હોવાનું કારણ }

૧ –  સ્વપ્નાવસ્થામાં સમગ્ર પદાર્થો ( શરીરની ) અંદર હોય છે , અને ત્યાંની જગ્યાની સંકડામણને કારણે બુદ્ધિમાનો સ્વપ્નાવસ્થામાં ( પ્રતીત થતાં ) બધાંજ પદાર્થો ખોટાં હોવાનું સિદ્ધ કરે છે.

{ સ્વપ્નાવસ્થામાં પરદેશ જવાપણું નથી હોતું }

૨ – સ્વપ્ન સમયે ટૂકો હોવાથી તેમાં વ્યક્તિ એ દેશમાં પહોંચીને પાછા આવવા પુરતો દીર્ઘકાળ હોતો નથી તેથી, સમય ટુંકો હોવાને કારણે સ્વપ્નદ્રષ્ટા વાસ્તવમાં કોઈ પરદેશમાં જતો નથી.

{ પદાર્થભાવમાં શ્રુતિનું પ્રમાણ }

૩ – સ્વપ્નમાં રથ ઈત્યાદિનો અભાવ યુક્તિ પુરઃસર કહેવામાં આવેલો છે . તેથી એ ( યુક્તિ ) વડે પુરવાર થતું વૈતથ્ય સ્વપ્નમાં જ સ્પષ્ટ થતું બતાવે છે.

{ જે દ્ર્શ્ય , તે અસત્ય }

૪ – એ જ કારણથી જાગ્રીતમાં પણ પદાર્થોનું મિથ્યાત્વ છે ( કેમ કે ) જેવી જાગ્રીતમાં પરીસ્થિતિ છે, તેવી જ સ્વપ્નાવસ્થામાં છે અને ( જાગ્રિત કરતાં સ્વપ્નાવસ્થામાં ) સ્વપ્નનાં પદાર્થો શરીરની અંદર હોય છે એ તેની ભિન્નતા જગ્યાની સંકડામણ પૂરતી જ છે.