વીસમી સદીની યાદગાર ઘટના


ઈ.સ ૧૯૧૭

  1. પ્રથમ વિશ્વયુદ્ધ માં અમેરિકા સામેલ થયું.
  2. રશિયામાં લેનિન સત્તા પર આવ્યા.
  3. જાઝ મ્યુઝીકની શરૂઆત થઇ.
  4. સૌ પ્રથમ લંડનમાં મહિલાઓને ટેક્સી ડ્રાયવર ની પરવાનગી મળી.

માણડૂકય ઉપનિષદ


માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ પ્રણવનું પરાપર બ્રહ્મતત્વ }

૨૬- પ્રણવ જ અપરબ્રહ્મ છે , ને પ્રણવ જ પરબ્રહ્મ પણ કહેવાયો છે , એવો પ્રણવ બ્રહ્મ અપૂર્વ, અંનતર, અનપર તથા અવ્યય છે.

{ અભેદનું દષ્ટાંત }

૨૭ – પ્રણવ જ સર્વનો આદિ, મધ્ય ને અંત છે. એવી રીતે પ્રણવને જાણીને તેને કેવળરૂપે  સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરે છે.

{ પ્રણવ જ અંતર્યામી ઈશ્વર છે }

૨૮ – પ્રણવને જ ભૂતમાત્રાના હ્રદયમાં સારી રીતે વિરાજી રહેલાં ઈશ્વર જાણવો .સર્વવ્યાપી ઓમકારને જાણીને બુદ્ધિમાન પુરુષને શોક કરવાપણું રહેતું નથી.

{ ઓમકારનો જ્ઞાતા જ યથાર્થ મુનિ કહેવાય }

૨૯- માત્રાવર્જિત પાર વગરની માત્રાવાળો દ્વૈતનો બાધક મંગલમય ઓમકાર જેને જાણ્યો , એ જ મુનિ છે, તેનાથી બીજો કોઈ નહિ.