નોલેજ બેંક


  1. જર્મની અને પોલેન્ડ ને હેડીન્બર્ગ લાઈન જુદા પાડે છે.
  2. ભારતને ૧૯૧૭માં જવાબદાર રાજ્યતંત્ર આપવાની જાહેરાત થઇ હતી.
  3. ભારતનો સૌ પ્રથમ સત્યાગ્રહ ચંપારણમાં થયો હતો.
  4. વિશ્વના બજારમાં હીરાની રાજધાની એન્ટવર્પ ને મનાય છે.
  5. લાળમાં ટાઇલીન નામનો પાચકરસ હોય છે.

ગીતાજીનાં અઢાર નામ


ગીતા ગંગા ચ ગાયત્રી, સીતા સત્યા સરસ્વતી ;

બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા મુક્તિગેહિની .

અર્ધમાત્રા ચિદાનંદા, ભવન્ધી, ભયનાશિની ;

વેદત્રયિ પરાનંતા , તત્વાર્થ જ્ઞાન મંજરી.

ઈત્યેતાનિ જયેનિત્યં, નરો નિશ્ચલ-માનસં ;

જ્ઞાન સિધ્ધમ લભેચ્છધ્ર્મ, તથાન્તે પરમં પદમ્


માણડૂકય ઉપનિષદ


માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ સમગ્ર ત્રીમાત્રાના જ્ઞાનનું ફળ }

૨૨- ત્રણેય સ્થાનોમાં સરખાપણું અથવા તેમની સામ્યતાને જે જાણે છે તે મહામુનિ પ્રાણીમાત્રને પૂજય અને વંદનીય છે.

૨૩- અકાર વિશ્વમાં ઉકાર, તૈજસમાં અને વળી મકાર પ્રાજ્ઞમાં લઈ જાય છે ,અને જે અમાત્ર છે ત્યાં કશે જવાપણું છે જ નહિ.

{ વ્યસ્ત દ્વારા સમસ્તની સિદ્ધિની ઈસ્ટતા }

૨૪- ઓમકારને પ્રતિઅંશ જાણવો અંશોમાત્ર જ છે . એ બાબતમાં કશો સંદેહ નથી, ઓમકારને અંશોની રીતે જાણ્યા પછી ,કશો જ વિચાર કરવો નહિ.

{ અભેદ એટલેજ અભય }

૨૫- આ પ્રમાણે ચિત્તને ઓમકારમાં જોડી દેવું , કેમકે ઓમકાર જ નિર્ભયતા સ્વરૂપ બ્રહ્મ છે,જેવું ચિત્ત નિત્યપ્રતિ ઓમકારમાં લાગી રહેલું હોય તેને માટે ભય છે જ નહિ.